
Sanjay Raut: મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકરી રહ્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેના તાજેતરના નિવેદનથી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને સાંસદ સંજય રાઉત ગુસ્સે થયા છે. ઉદ્ધવ ઠાકરેએ નિશિકાંત દુબેના વિવાદાસ્પદ નિવેદનને લઈને તેમને “લકડબઘ્ઘો” (એટલે કે ખૂબ જ બડબડાટ કરનાર વ્યક્તિ) કહ્યા. સંજય રાઉતે પણ કહ્યું, “આ દુબે કોણ છે? હું મહારાષ્ટ્રના હિન્દી બોલતા નેતાઓને વિનંતી કરું છું કે તેઓ દુબેના આ નિવેદનની નિંદા કરે.”
આ દુબે કોણ છે?: સંજય રાઉત
#WATCH | Mumbai | On BJP MP Nishikant Dubey, Shiv Sena (UBT) MP Sanjay Raut says, ” Firstly, who is this Dubey? I appeal to the Hindi-speaking leaders here to condemn the statement given by Dubey. Only then will I say that you are from Maharashtra. I am surprised that the… pic.twitter.com/6uXmpq16Rr
— ANI (@ANI) July 8, 2025
શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે કહ્યું, પહેલા મને કહો કે આ દુબે કોણ છે? હું અહીંના હિન્દી ભાષી નેતાઓને દુબેના નિવેદનની નિંદા કરવા અપીલ કરું છું. જ્યારે તમે આ કરશો, ત્યારે જ હું માનીશ કે તમે મહારાષ્ટ્રના છો.
સંજય રાઉતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે CM ફડવણીસ અને તેમના મંત્રીમંડળના મૌન પર સવાલ ઉઠાવતા કહ્યું, “જ્યારે એક ભાજપ સાંસદ મરાઠી લોકો વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને તેમનું આખું મંત્રીમંડળ કેમ ચૂપ છે? આ કેવા પ્રકારના મુખ્યમંત્રી છે? જેને છત્રપતિ શિવાજી મહારાજ અને બાળાસાહેબ ઠાકરેનું નામ લેવાનો કોઈ અધિકાર નથી.”
એકનાથ શિંદે દાઢી મુંડાવી નાખવી જોઈએ: રાઉત
સંજય રાઉતે એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, એકનાથ શિંદે, જે પોતાને ડુપ્લીકેટ શિવસેના નેતા માને છે, તેમણે દાઢી મુંડાવી નાખવી જોઈએ. તેમણે રાજીનામું આપવું જોઈએ. તેમણે જઈને મોદી અને શાહને પૂછવું જોઈએ કે મહારાષ્ટ્રમાં શું થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં હિન્દીભાષી લોકો પર ક્યારેય હુમલો થયો નથી… દુબેને યોગ્ય રીતે ઉકેલવાની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારની છે.
નિશિકાંત દુબે પર રાઉત કેમ બગડ્યા?
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિશે ચર્ચા ચાલી રહી છે, અને કેટલાક લોકો હિન્દી બોલનારાઓ પર હુમલો કરી રહ્યા છે. આ મુદ્દે રાજકીય નેતાઓ વચ્ચે ઝઘડો વધી રહ્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે જો હિન્દી બોલનારાઓને મારવાની હિંમત છે, તો ઉર્દૂ બોલનારાઓને પણ મારી બતાવો. આ નિવેદનથી ઘણો વિવાદ થયો.
આ પણ વાંચોઃ
Census: તમે તમારી જાતે જ વસ્તી ગણતરી કરો, સરકાર બનાવી આપશે એપ
Bihar: એક જ પરિવારના 5 સભ્યોને જીવતા ધીકાવી દીધા, જાણો શું છે સમગ્ર ઘટના
રાહુલ ગાંધી અંગે ફેક ન્યૂઝ ફેલાવનાર માત્ર બે શખ્સો સામે FIR, જાણો શું છે સમગ્ર મામલો
Bihar Election: ભાજપની ગંદી રાજનીતી! રાહુલ ગાંધીનો પેડ પર લગાવેલો ફોટો વાયરલ કર્યો, પછી ડિલિટ કર્યો
Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?








