
Mithilesh Bhati React On Seema Haider: જે દિવસોમાં સચિન મીણા અને સીમા હૈદરની પ્રેમકહાની ચર્ચામાં હતી, તે દિવસોમાં બીજા એક પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. આ પાત્રનું નામ મિથિલેશ ભાટી છે અને તે પણ ગ્રેટર નોઈડામાં રહે છે. મિથિલેશ સચીનને લપ્પુ સા સચિન કહી ફેમસ થઈ ગઈ હતી. જે બાદ તેના વીડિયો ખૂબ વાઈરલ થયા હતા. તેના પર ગીત પણ બની ચૂક્યા હતા. ત્યારે હવે પહેલગામ હુમલા બાદ મિથિલેશ ફરી ચર્ચામાં આવી છે. તે ફરી એકવાર સીમા હૈદર પર ભડકી છે. મિથિલેશએ આતંકવાદી હુમલા માટે સીમા હૈદર અને પાકિસ્તાનને નિશાન બનાવ્યું છે. મિથિલેશ ભાટીએ કહ્યું- ‘સીમા હૈદર પાકિસ્તાનનો કચરો છે. તેને પાકિસ્તાન પાછો મોકલી દેવો જોઈએ. ભારતમાં આવા લોકો માટે કોઈ સ્થાન નથી.
પાકિસ્તાનને કાયર ગણાવતા મિથિલેશ ભાટીએ કહ્યું કે નિર્દોષ લોકો પર હુમલો કરવો તેની આદત છે. તેમણે કહ્યું કે સીમા હૈદર પાકિસ્તાનની દીકરી છે અને તેના પર વિશ્વાસ કરવો ખોટું છે. તેણે પ્રશ્ન ઉઠાવ્યો કે સીમા હૈદરે આ હુમલા પર કોઈ નિવેદન કેમ ન આપ્યું.
‘સીમા હૈદર આતંકવાદી હુમલા પર કેમ બોલતી નથી’
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા મિથિલેશ ભાટીએ કહ્યું, ‘પાકિસ્તાનનો કોઈ પણ વ્યક્તિ કોઈનો સગો ન હોઈ શકે.’ સીમા હૈદર પાકિસ્તાનની દીકરી હોવાથી તેના પર વિશ્વાસ કરવો ખોટું છે. સીમા હૈદર દરેક નાના-મોટા મુદ્દા પર વીડિયો બનાવે છે, પરંતુ પહેલગામમાં આટલા મોટા હુમલા પર તેણે એક પણ શબ્દ બોલ્યો નહીં. હુમલો થયો તે જ દિવસે સીમા હૈદરે પોતાના બાળકો સાથે ત્રિરંગો ફરકાવતો એક વીડિયો પોસ્ટ કર્યો. મિથિલેશે તેને બનાવટી દેશભક્તિ ગણાવી. તેણે કહ્યું કે આવા નાટકો દેશભક્તિ સાબિત કરતા નથી.
સીમા હૈદરના સનાતની હોવાના દાવા પર પણ કટાક્ષ
મિથિલેશે સીમા હૈદરના સનાતની હોવાના દાવા પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે કોઈ પણ સાચો હિન્દુ પોતાના રૂમમાં મંદિરો અને મૂર્તિઓ પ્રદર્શિત કરતો નથી. આ બધું તેના યુક્તિનો ભાગ છે. મિથિલેશે એમ પણ કહ્યું કે કદાચ સીમા હૈદરના વકીલ એપી સિંહે તેમને આ હુમલા પર કંઈપણ બોલવાની મનાઈ કરી છે, તેથી જ તેઓ ચૂપ છે.
આ પણ વાંચોઃ
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?