કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે શશિ થરૂરની સેલ્ફી વાયરલ; કોગ્રેસની ચિંતામાં વધારો

  • India
  • February 25, 2025
  • 0 Comments
  • કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે શશિ થરૂરની સેલ્ફી વાયરલ; કોગ્રેસની ચિંતામાં વધારો

કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે. તેમનો આ ફોટો ભારત-બ્રિટન વેપાર કરાર પર ચર્ચા બાદનો છે. પોસ્ટમાં શશિ થરુર પીયૂષ ગોયલની સાથે હસતાં નજર આવી રહ્યાં છે.

શશિ થરુરે પોસ્ટમાં લખ્યું, ‘બ્રિટનના વેપાર અને વેપાર રાજ્ય સચિવ જોનાથન રેનૉલ્ડ્સની સાથે તેમના ભારતીય સમકક્ષ, વાણિજ્ય અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં તેમને વાતચીત કરીને સારું લાગ્યું. લાંબા સમયથી રોકાયેલી એફટીએ ચર્ચા ફરીથી શરૂ થઈ ગઈ છે, જે સ્વાગત યોગ્ય છે.’

તેમની આ પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. આ પોસ્ટ થરુરની તરફથી કેરળની શાસક સીપીએમ નીત વામ લોકતાંત્રિક મોર્ચા સરકારની નીતિઓની પ્રશંસા કર્યા બાદ કોંગ્રેસ અને તેમની વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશ બાદ આવી છે.

આ પણ વાંચો-શું શશિ થરૂરની પહોંચ કોંગ્રેસના નેતૃત્વ સુધી નથી?

કોંગ્રેસના નેતૃત્વ વાળી યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળ છે. વામ સરકાર હેઠળ રાજ્યના વિકાસની પ્રશંસા કરવા બદલ શશિ થરુરની ટીકા કરવામાં આવી હતી. થરુરે રાજ્યના વિકાસના અમુક પાસા વિશે સકારાત્મક વાતો કહી હતી. બાદમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ‘મે હકીકતમાં સીપીએમના વખાણ કર્યા નહોતા પરંતુ મે માત્ર સ્ટાર્ટઅપ ક્ષેત્રે કેરળની પ્રગતિને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો.’

શશિ થરુરની તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણની પણ ટીકા થઈ. તેમણે કહ્યું હતું કે જો ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને પોતાના કરતાં સારા નેગોશિએટર ગણાવ્યા છે તો આ ખુશીની વાત છે. તે બાદથી કોંગ્રેસના શશિ થરુરના વલણે અત્યારે પાર્ટીની ચિંતા વધારી દીધી છે. કોઈ કહી રહ્યું છે કે શશિ થરુર સીપીએમમાં જઈ શકે છે તો અમુક લોકો ભાજપ જોઈન કરવાની અટકળો લગાવી રહ્યાં છે.

આ પણ વાંચો-1984 શિખ વિરોધી રમખાણોમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 8 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!