
Shibu Soren passes away: ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું સોમવારે સવારે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા ઝારખંડના મુખ્યમંત્રી અને તેમના પુત્ર હેમંત સોરેને કહ્યું કે ગુરુજી આપણને બધાને છોડીને ચાલ્યા ગયા છે.
પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું આજે સવારે 8:48 વાગ્યે નિધન થયું. તેમને ગંગારામ હોસ્પિટલના નેફ્રોડ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કિડની સંબંધિત સમસ્યાઓ હતી. આ ઉપરાંત, તેમના શરીરમાં અન્ય કેટલીક સમસ્યાઓ પણ હતી. તેઓ 81 વર્ષના હતા.
ઝારખંડના મુખ્યમંત્રી અને પુત્ર હેમંત સોરેને સોશિયલ મીડિયા પર તેમના પિતાના અવસાન અંગે માહિતી આપતા કહ્યું, “આદરણીય દિશામ ગુરુજી આપણા બધાને છોડીને ચાલ્યા ગયા છે. આજે હું ખાલી થઈ ગયો છું.”
અલગ ઝારખંડ ચળવળના નેતા શિબુ સોરેન
શિબુ સોરેન ઝારખંડમાં ‘ગુરુજી’ તરીકે જાણીતા હતા. તેઓ ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક નેતાઓમાંના એક હતા અને આદિવાસી અધિકારોની લડાઈમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમણે અલગ ઝારખંડ રાજ્ય માટે ચળવળનું નેતૃત્વ કર્યું અને ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા હતા.
સમગ્ર ઝારખંડમાં શોકનું મોજું
શિબુ સોરેનના મૃત્યુના સમાચાર ફેલાતાં જ ઝારખંડમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રાજકીય અને સામાજિક સંગઠનોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ગુરુજીના જવાથી ઝારખંડના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. ભાવિ પેઢીઓ તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે.
આ પણ વાંચો:
UP: નેપાળી યુવતીને ટોળું સમજી બેઠું ચોર, યુવતી ધાબા પરથી કૂદી ગઈ છતાં છોડી નહીં, જાણો પછી શું થયું?
AI ગર્લફ્રેન્ડથી પ્રખ્યાત રોબોટ ‘મેલોડી’ શું કરી શકે છે?, જાણી દંગ રહી જશો
Mumbai: કબૂતરોને BMC એ દાણા-પાણી બંધ કર્યું, ચણ માટે તડપતાં કબૂતરો, શું છે કારણ?
UP: સ્કૂલની છત તૂટી પડતાં વિદ્યાર્થીનું માથુ ફાટી ગયુ, જુઓ વીડિયો!