Accident: મલયાલમ હિરોને નડ્યો અકસ્માત, પિતાનું ઘટનાસ્થળે જ મોત, અભિનેતા ગંભીર

  • Famous
  • June 6, 2025
  • 0 Comments

Shine Tom Chacko Accident: મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત મલયાલમ અભિનેતા શાઈન ટોમ ચાકોનો એક ભયંકર કાર અકસ્માત થયો છે. જ્યા અભિનેતા શાઈન ટોમ ચાકોના પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. જ્યારે પરિવારના અન્ય સભ્યો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે સવારે તમિલનાડુ નજીક અભિનેતાની કારને અકસ્માતમાં પડી હતી. કારમાં ખુદ અભિનેતા તેમના માતા-પિતા, ભાઈ અને ડ્રાઈવર પણ હતા.

70 વર્ષીય પિતાનું ઘટનાસ્થળે જ મોત

The family were in a car that was reportedly Bengaluru-bound.

આ અકસ્માત એટલો ખતરનાક હતો કે કાર ઓળખી પણ શકાતી નથી. કારના આગળનો ભાગ ખચ્ચારઘાણ વળી ગયો છે. અભિનેતા શાઇન ટોમ ચાકોના 70 વર્ષીય પિતા સિબી ચાકોનું અકસ્માત બાદ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા અને તેની માતા હાલમાં ગંભીર રીતે ઘાયલ છે. અભિનેતા અને તેની માતાને ધર્મપુરી સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં અભિનેતા અને તેની માતાની સારવાર ચાલી રહી છે. ડ્રાઈવર પણ સારવાર હેઠળ છે.

કાર ટ્રક સાથે અથડાઈ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ જીવલેણ માર્ગ અકસ્માત આજે સવારે 7 વાગ્યાની આસપાસ થયો હતો. તમિલનાડુના ધર્મપુરીમાં પલાકોટ્ટાઇ નજીક શાઇન ટોમ ચાકોની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. કાર સામેથી આવી રહેલી લારી સાથે અથડાઈ હતી અને અભિનેતાના પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માત વિશે હજુ સુધી વધુ માહિતી બહાર આવી નથી.

અભિનેતા શાઈન ટોમ ચાકો ડ્ર્ગ્સ કેસમાં ફસાયેલા

આ અકસ્માત પહેલા અભિનેતા શાઈન ટોમ ચાકો એક વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા. અભિનેતા પર ડ્રગ્સ લેવાનો આરોપ હતો અને 4 કલાકની લાંબી પૂછપરછ બાદ પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી. એક હોટલમાં દરોડા દરમિયાન, તે ત્યાંથી ભાગતો જોવા મળ્યો હતો. પોલીસને તેના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા. આ પછી, અભિનેતાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. શાઈન ટોમ ચાકો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો:

Dwarka: TATA ના કેમિકલથી તળાવોનો નાશ, એક સમયે લોકો પાણી પીતા, આજે શું હાલત? |Part-2

Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1

UP: 3 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર દીપક વર્માને પોલીસે પતાવી દીધો, બાળકીની હાલત ગંભીર, જાણો

Bhavnagar: પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીને છરીના 14 ઘા માર્યા

Rajsthan: આરોગ્ય મંત્રીની પત્ની રાત્રે ઊંઘ્યા પછી જગ્યા નહીં, જાણો શું થયું?

રાહુલે પોતાના જ નેતાઓને લંગડા ઘોડા કહ્યા!, હકીકતમાં Congress ને નબળી કોણ પાડી રહ્યું છે?

Sabarkantha: પ્રાંતિજમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી

Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

 

 

Related Posts

મોદીના ફોટાવાળો હાર પહેરનાર રુચિ ગુજ્જર સામે FIR, આમંત્રણ વિના ઘૂસવું મોંઘુ પડ્યું! જાણો સમગ્ર મામલો | Ruchi Gujjar
  • July 27, 2025

Ruchi Gujjar: મે મહિનામાં રૂચિ ગુજ્જરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં PM મોદીના ફોટાવાળો નેકલેસ પહેરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ હાર પહેર્યાની પોસ્ટ વડાપ્રધાન મોદીને પણ ટેગ કરી હતી. જોકે તે…

Continue reading
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
  • July 20, 2025

Saiyaara: લાંબા સમય પછી બોલિવૂડમાં એક એવી ફિલ્મ આવી છે જેણે ચાહકોને સિનેમાઘરોમાં જવા માટે મજબૂર કરી દીધા છે. મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સૈયારાને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 8 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 16 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 10 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 24 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 24 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 9 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો