
Shivpuri Accident: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો છે. જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-46 પર સુરવાયા નજીક એક ટ્રક અને ટ્રાવેલર બસ સામસામે અથડાઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત સવારે 5:30 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે ટ્રાવેલર બસ નિયંત્રણ ગુમાવી, ડિવાઈડર ઓળંગી ગઈ અને બીજી લેનમાં પહોંચી ગઈ. તે જ સમયે, તે સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ.
કાશીથી ગુજરાત આવતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત
મળતી માહિતી મુજબ, ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ 20 સંગીતકારો ટ્રાવેલરમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ગ્રુપ શુક્રવારે સાંજે વારાણસીમાં આયોજિત શિવ કથા કાર્યક્રમમાં પરફોર્મ કરીને પરત ફરી રહ્યું હતું. અકસ્માતમાં ગ્રુપના ગાયક હાર્દિક દવેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે રાજા ઠાકુર, અંકિત ઠાકુર અને રાજપાલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આ અકસ્માતમાં સાત ઘાયલોની હાલત ગંભીર
રાવલ મોહિત, આશિષ વ્યાસ, મોહલિક, નરેન્દ્ર નાયક, ચેતન કુમાર, ઋષિકેશ, વિપુલ, અરવિંદ, અર્જુન, હર્ષદ ગોસ્વામી અને ટ્રાવેલર ડ્રાઇવર ઘાયલ થયા છે. તેમાંથી સાતની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડ્રાઈવર ઊંઘી ગયો હતો!
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. શરૂઆતની તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ટ્રાવેલર ઊંઘી ગયો હોવાથી આ અકસ્માત થયો હતો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
સંગીત જગતમાં શોકનો માહોલ
આજનો દિવસ માત્ર ચાર પરિવારોએ જ નહી, પરંતુ સંગીત જગત માટે પણ દુખદ સાબિત થયો છે. સ્થાનિક વહીવટીતંત્રે ગંભીર રીતે ઘાયલોની સારવારમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવા સૂચના આપી છે.
આ પણ વાંચો
Gujarat Rain Forecast: મુંબઈ બાદ હવે ગુજરાતનો વારો, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
Trump-Putin Meeting: ટ્રમ્પ-પુતિન વચ્ચે ત્રણ કલાક સુધી ચાલી બેઠક, જાણો શું ચર્ચાઓ થઈ?
independence day: રાષ્ટ્રધ્વજની ગરિમા ભૂલ્યા ભાજપના ધારાસભ્યો, તિરંગાનું કર્યું અપમાન
Mumbai: મુંબઈમાં દહીં હાંડી ઉત્સવની તૈયારી દરમિયાન દુઃખદ અકસ્માત, 11 વર્ષના બાળકે ગૂમાવ્યો જીવ
Bigg Boss 19 માટે પ્રથમ બે કન્ટેસ્ટન્ટ જાહેર, જાણો કોણ છે તેઓ