
Gujarat Scholarship: સુરત, વડોદરા અને રાજકોટમાં ABVP દ્વારા ST-SCના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા હોબાળો મચી ગયો છે. ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ-રસ્તા ચક્કાજામ કરી સરકારનો વિરોધ કર્યો છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ છે.
ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
ગુજરાત સરકાર પર વિરોધના વંટોળ
જામનગર, રાજકોટ, સુરત, વડોદરા સહિત અનેક જગ્યાએ ABVP દ્વારા SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધવવામાં આવી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વિરોધ કરી રહેલા કાર્યકરોને અટકાવવા પ્રયાસ કર્યા છે. જો કે આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝડપી થઈ છે. કેટલાંક કાર્યકરોને પોલીસ ઉઠાવી ગઈ છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારે 28 ઓક્ટોબરે સ્કોલરશીપ બંધ કરી હતી, આદિવાસી સમાજમાં પણ વિરોધ
સરકારના આ પગલાં સામે અગાઉ પણ ગુજરાતના અનેક ગામડાં અને તાલુકાઓમાં ઘણો વિરોધ થઈ ચૂક્યો છે. સમાજના બાળકો વધુ અભ્યાસ કરીને પગભર બની શકે તે માટે વર્ષ 2010થી એસટી વિધાર્થીઓને મેટ્રિક બાદ વધુ અભ્યાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા 75 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 25 ટકા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. જેને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ એક પરિપત્ર જારી કરીને રદ કરી દીધી હતી. સરકારના આ પગલા સામે સમસ્ત આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકાર એકબાજુ આદિવાસીઓની હામી હોવાની વાતો કરે છે, બીજી તરફ તેમના બાળકો ભણીગણીને આગળ ન વધી શકે તે માટે શિષ્યવૃત્તિ યોજના બંધ કરી રહી છે. આવા બેવડા ધોરણો સામે આદિવાસી સમાજ રોષે ભરાયો છે અને લડી લેવા મકક્મ છે.
આ પણ વાંચોઃ Vadodara: PhD થયેલા યુવકે મિત્રની પુત્રીને કર્યા અડપલા, પુત્રી ઓળખી ગઈ
આ પણ વાંચોઃ Exam: 27 ફેબ્રુઆરીથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા: પરિક્ષા આપતાં પહેલા આટલું વાચવું જરુરી!