શેરમાર્કેટ ઊંધા માથે; સ્મોલકેપ-મીડકેપના રોકાણકારોને સાત લાખ કરોડનું નુકસાન

  • Others
  • February 14, 2025
  • 0 Comments
  • શેરમાર્કેટ ઊંધા માથે; સ્મોલકેપ-મીડકેપના રોકાણકારોને સાત લાખ કરોડનું નુકસાન

વૈશ્વિક પડકારો વચ્ચે શેરમાર્કેટ સતત આઠમા દિવસે તૂટ્યું છે. સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટાપાયે ઉથલ-પાથલ જોવા મળી હતી. જેમાં સ્મોલકેપ અને મીડકેપ ઇન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટતાં રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

સેન્સેક્સમાં 1,000 પોઇન્ટની વોલેટિલિટી

સેન્સેક્સમાં આજે ઇન્ટ્રા ડે 1043.42 પોઇન્ટની વોલેટિલિટી બાદ અંતે 199.76 પોઇન્ટના ઘટાડે 75939.21 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 50 પણ 22800ની ટેકાની સપાટી તોડી 22774.85ના ઇન્ટ્રા ડે લો લેવલે પહોંચ્યો હતો. જે અંતે 102.15 પોઇન્ટના કડાકે 22929.25 પર બંધ રહ્યો હતો. લાર્જકેપની તુલનાએ સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં મોટાપાયે વેચવાલીના પગલે રોકાણકારોએ આજે 7.26 લાખ કરોડ ગુમાવ્યા હતા.

સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં મોટા કડાકા સાથે ઇન્ડેક્સ ક્રમશઃ 1522.44 પોઇન્ટ અને 1056.32 પોઇન્ટ તૂટ્યો હતો. પીએસયુ, રિયાલ્ટી અને પાવર શેરોમાં પણ કડડભૂસ થતાં ઇન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યા હતા. શેરબજાર આજે એકંદરે રેડઝોનમાં રહ્યું હતું.

641 શેર વર્ષના તળિયે

સેન્સેક્સ પેકમાં આજે ટ્રેડેડ કુલ 4083 સ્ક્રિપ્સ પૈકી 686માં જ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 3316 શેર ઘટાડે બંધ રહ્યા હતા. 47 શેર વર્ષની ટોચે અને 641 શેર વર્ષના તળિયે તૂટ્યા હતા. તદુપરાંત 116 શેરમાં અપર સર્કિટ અને 480 શેર લોઅર સર્કિટ વાગી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ ટેરિફ મુદ્દે કોઈ રાહતના સંકેત જણાઈ રહ્યા નથી. વધુમાં રશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ડ્રોન વડે હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ વધી છે. સ્થાનિક સ્તરે પણ નબળા ત્રિમાસિક પરિણામો, રૂપિયામાં કડાકાની અસર શેરબજારમાં જોવા મળી છે.

આ પણ વાંચો-બુલેટ ચાલકને નંબર પ્લેટ પર નામ લખવું ભારે પડ્યું; પોલીસે ફટકાર્યો ₹32000નો દંડ

Related Posts

plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
  • July 5, 2025

plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

Continue reading
Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા
  • June 16, 2025

Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ગળામાં અજગર રાખીને ફોટોશૂટ કરાવતું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 2 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 11 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 14 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 9 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 5 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 25 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!