
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો થયો છે. મહારાષ્ટ્રના જલગાંવ નજીક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો. આ ઘટનામાં ટ્રેનના B-6 કોચની બારીના કાચ તૂટી ગયા હતા, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી.
તાપ્તી ગંગા એક્સપ્રેસ પર પથ્થરમારો
મહાકુંભના પહેલા શાહી સ્નાન માટે ઉધના રેલ્વે સ્ટેશનથી નીકળેલી આ ટ્રેનના B-6 કોચમાં સુરતના 36 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. આમાં 5 બાળકો, 6 વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 પુરુષોનો સમાવેશ થાય છે. આખી ટ્રેનમાં લગભગ 45 ભક્તો પ્રયાગરાજ જઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃ શ્રધ્ધાઃ મહાકુંભનું પ્રથમ સ્નાન, 60 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
તાપ્તી ગંગા એક્સપ્રેસ પર પથ્થરમારાનો બનાવ
સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલાના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ, 4 સભ્યોની આરપીએફ ટીમ તાત્કાલિક ટ્રેનમાં તૈનાત કરવામાં આવી હતી. આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રેલવે પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
રેલવે પોલીસે તપાસ શરૂ કરી
અધિકારીઓના મતે ટ્રેનમાં એક બારીનો કાચ તૂટ્યો છે તેથી આ કૃત્ય કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ કુંભ માટે સ્પેશિયલ ટ્રેન નથી. આ ટ્રેન નિયમિત રીતે જ જાય છે. ટ્રેન સોમવારે સવારે પ્રયાગરાજ પહોંચશે. પોલીસ તપાસ દરમિયાન જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.
મુસાફરોએ શું કહ્યું?