
■ ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ માત્ર ચીન માટે ખુલ્લો રાખશે, ભારતને ‘નો એન્ટ્રી’ જાણો કેમ?
Trump: અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર સતત હુમલાઓ જારી રહ્યા છે, તો સામે ઈરાન પણ ઈઝરાયલ સહિત મધ્ય-પૂર્વના દેશોમાં અમેરિકન સૈન્ય અડ્ડાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરી રહ્યું છે.આ ત્રિકોણીય યુદ્ધમાં અત્યાર સુધીમાં 1145 લોકોના મોત થઈ ચૂક્યા છે.
બીજીતરફ ઈરાને વિશ્વભરના ટેન્કરો જ્યાંથી પસાર થાય છે તે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ સંપૂર્ણ બંધ કરી દઈ ઈરાને ધમકી આપી છે કે, માત્ર ચીન સિવાય કોઈપણ દેશના ટેન્કર જો હોર્મુઝમાંથી પસાર થવાની કોશીશ કરશેતો તેને ફૂંકી મારવામાં આવશે.ઈરાને આ માર્ગ પરથી માત્ર ચીની જહાજોને જ પસાર થવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે તે એટલા માટે કે વિશ્વના મંચ ઉપર ચીન અને રશિયાએ જ ખુલ્લેઆમ ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાની નિંદા કરી છે.
ચીને અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલાની ટીકા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે અને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હત્યાને સાર્વભૌમ નેતાની ખુલ્લી હત્યા ગણાવીને રશિયા સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.આ માર્ગ ચીન અને ભારત માટે અત્યંત મહત્વનો ગણાય છે પણ ભારતે ચૂપકીદી સેવતા ઈરાન સમજી ચૂક્યું છે કે ભારત તેના પક્ષમાં નથી.ઈરાન ભારતનું મિત્ર રાષ્ટ્ર હોવા છતાં અમેરિકા-ઈઝરાયેલના હુમલા તેમજ ખામેનીના મોત મામલે ભારત ચૂપ રહેતા ભારતના જહાજો પણ ઈરાન અહીંથી પસાર થવા નહિ દે મતલબ સાફ છે ‘દોસ્તી ખતમ’.
હવે ઈરાને હોર્મુઝ માર્ગ બંધ કરતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે (US President Donald Trump) જાહેરાત કરી છે કે, અહીં ફસાયેલા તેલ ટેન્કર જહાજોને અમેરિકાનું નૌકાદળ સુરક્ષા કવચ આપશે. જેનાથી વિશ્વભરમાં ઊર્જાનો સપ્લાય ખોરવાશે નહીં. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર લખ્યું છે કે, ‘જો જરૂર પડશે તો અમેરિકન નૌકાદળ તેલ ટેન્કરોને સુરક્ષા કવચ પુરુ પાડશે.
■અમેરિકાએ ઈરાનનું જહાજ ડૂબાડયું ; 80ના મોત
યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જણાવ્યું હતું કે હિંદ મહાસાગરમાં અમેરિકન સબમરીન ટોર્પિડોએ ઈરાની જહાજને તોડી પાડ્યું હતું. માનવતાના ધોરણે શ્રીલંકાના નૌકાદળે અમેરિકન હુમલાનો ભોગ બનેલા આ જહાજ પરના 32 ઘાયલને બચાવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.જહાજ પર લગભગ 180 નૌસૈનિક હતા. ગુમ થયેલાઓને શોધવા માટે બચાવ કામગીરી શરૂ થઈ હતી.
મહત્વનું છે કે ગયા મહિને ભારતના વિશાખાપટ્ટનમમાં યોજાયેલા 2026 ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાંથી ઈરાની યુદ્ધ જહાજ પરત ફરી રહ્યું હતુ ત્યારે શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠા પાસે ઈરાની જહાજ પર સબમરીન દ્વારા ટોર્પિડો હુમલો કરી તેને ડૂબાડી દીધું હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા હોવાના આશંકા છે.બીજા વિશ્વયુદ્ધ પછી ટોર્પિડો દ્વારા દુશ્મનના જહાજને ડૂબાડવાની આ પ્રથમ ઘટના છે.આમ,હવે આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગે પણ ઇરાનને ઘેરવા અમેરિકાએ પગલાં ભર્યા છે.







