
પાકિસ્તાન(PAKISTAN)ની જેલોમાં બંધ માછીમારોની મુક્તિ માટે વડાપ્રધાન(PRIME MINISTER) નરેન્દ્ર મોદી ને રજૂઆત કરાઈ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ માછીમાર સેલના કન્વીનર પોરબંદરના અગ્રણી મહેન્દ્રભાઈ જુંગીએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. પાકિસ્તાને પકડેલા ભારતીય માછીમારો(Fishermen) જેઓની સજા પૂર્ણ થતાં છતાં ઘણા વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. જે માછીમારોની જેલની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં અમાનવીય વર્તન કરી જેલમાંથી છોડવામાં આવી રહ્યા નથી. પરિવારજનોને તેમના બગડતા સ્વાસ્થ્યના ચિંતા સતાવી રહી છે. જેથી મહેન્દ્રભાઈ જુંગએ વડાપ્રધાનને વિનંતી કરતા જણાવ્યું છે કે, રાજદ્વારી પ્રયાસો ઝડપી બનાવો અને માછીમારો અને તેમના પરિવારો આ ભયાનક પરિસ્થિતિમાં બહાર લાવો.
219 પાછા લાવવા માગ
મહેન્દ્રભાઈ જુંગી પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત અને અન્ય રાજ્યોના માછીમારોના પરિવારો વતી હું આપને નમ્ર રજુવાત કરૂ છું, માછીમારોએ પોતાની સજા પૂર્ણ કરવા છતાં ઘણા વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. આ માછીમારો, જેની સંખ્યા લગભગ 219 છે, તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના દીવ-દમણના છે.
માછીમારોના સ્વાસ્થ્યની ચિંતા
પાકિસ્તાની મરીન એજન્સીઓ દ્વારા માછીમારોને પોતાનું ગુજરાન ચલાવવા માછીમારી કરતા ભારતીય માછીમારોને પકડવામાં આવ્યા હતા. તેમની જેલની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં, તેઓ અમાનવીય પરિસ્થિતિઓમાં છે, તેમના બગડતા સ્વાસ્થ્યના ચિંતાજનક અહેવાલો છે. અને અમુક જેલમાં મૃત્યુ પણ પામ્યા છે તેમની નિરાશામાં વધારો એ છે કે મહિનાઓ સુધી તેમના પરિવારો સાથે વાતચીતનો સંપૂર્ણ અભાવ, તેમના પ્રિયજનોને દુઃખમાં મૂકી દે છે.
માછીમારોના પરિવારજનો કરી રહ્યા છે આર્થિક તંગીનો સામનો
આ માછીમારોના પરિવારો ગંભીર આર્થિક મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. ઘણા લોકો જે કમાઈને આપતાં હતા તે જ જેલમાં બંધ છે. જેથી તેમના પરિવારોની ભાવનાત્મક અને નાણાંકીય વેદના અસહ્ય સ્તરે પહોંચી ગઈ છે, અને હવે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, તમારા સિવાય કોઈ આશા જોતા નથી. તેમની એક જ માગ છે કે તેમના પ્રિયજનોને ઘરે પાછા લાવો.
જુગીએ કરી આ માગો
1. રાજદ્વારી પ્રયાસ ઝડપી બનાવો
2. સંદેશાવ્યવારની સુવિધા આપો
૩. પરિવારોને સહાય પૂરી પાડો
4. પુનરાવર્તન અટકાવો: ભવિષ્યમાં ઘટનાઓ ઘટાડવા માટે પગલાં લો