
સુરતના પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ભાડાના ઘરમાં રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો LPG ગેસ સિલિન્ડરમાંથી બ્લાસ્ટ થતા દાઝી ગયા હતા. પહેલા સિલિન્ડર લિકેજ થયો ત્યાર બાદ બ્લાસ્ટ થયો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. ધડાકો એટલો જોદરદાર હતો કે ઘરના બારી બારણા પણ તૂટી ગયા છે.
મળતી માહિતી અનુસાર સુરતના પુણા ગામમાં આવેલી રાધે કૃષ્ણ સોસાયટીમાં એક ઘરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ધડકો થતાં જ પરિવાર જાગી ગયો હતો. જેમાં પરિવારના 6 લોકો દાઝી ગયા છે. તેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 3 લોકોની હાલત ગંભીર છે.
આગમાં દાઝેલો પરિવાર મકાનના એક રૂમમાં ભાડે રહેતો હતો. રાત્રિના સમયે રૂમમાં રહેલો ગેસ સિલિન્ડર લિકેજ થયા બાદ સવારના સમયે કોઈ કારણોસર સ્પાર્ક થતા બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે.







