વીંછીયામાં યુવકની હત્યા મામલોઃ બેકાબૂ ટોળાઓ પર ટિયર ગેસ છોડાયા, મહિલા પોલીસકર્મીને ઈજાઓ

તાજેતરમાં રાજકોટના વીંછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબિંગની ફરિયાદની અદાવતમાં એક યુવાનની હત્યા થઈ ગઈ હતી. જેમાં હત્યા બાદ પરિવાજનો સહિત કોળી સમાજ, ગ્રામજનોમાં ભારે રોષ ભભૂક્યો હતો. એક દિવસ વીંછિયા બંધ રખાયું હતુ. ત્યારે આજે એવી વાત વહેતી થઈ હતી કે ઝડપાયેલા 6 આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે. જેથી વીંછિયા પોલીસ સ્ટેશન તરફ લોકોના ધાડેધાડા પહોંચ્યા હતા. બેકાબૂ બનેલી ભીડ પોલીસથી પણ કાબૂમાં રહી ન હતી. જેથી ન છૂટકે પોલીસને ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી. હકીકતમાં આરોપીઓેને રિકન્ટ્રકશન માટે લઈ જવાયા હતા.

આ દરમિયાન પથ્થરમારાની ઘટના પણ બની હતી. જેથી પોલીસે ટિયર ગેસ છોડી લોકોના ટોળાઓને વિખેર્યા હતા. ટોળાઓને વિખવા માટે આજુબાજુના વિસ્તારોની પોલીસને પણ બોલાવવી પડી હતી. આ ઘટના બાદ વીંછિયામાં તંગદિલીભર્યું વાતાવરણ છે. હત્યા મામલે લોકોમાં રોષ છે. આ ઘટનામાં એક મહિલા પોલીસકર્મીને ઈજાઓ પહોંચી છે.

આ સમાચાર પણ વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારત-અમેરિકા પરમાણુ કરાર પર કરી મહત્વપૂર્ણ જાહેરાત

શું છે સમગ્ર મામલો

30 જાન્યુઆરીના રોજ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ મામલે વીંછિયાના થોરીયાળીના ઘનશ્યામ રાજપરા પર કેટલાક ઈસમોએ કુહાડી અને લાકડીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ હુમલા બાદ તેમને વીંછિયા અને ત્યાર પછી રાજકોટ સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો, ત્યારે આ મામલે પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આજે પોલીસ દ્વારા આજે 6 આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે લોકોના ટોળેટોળા ધસી આવ્યા હતા.

આ સમાચાર વાંચોઃ KATCH: બોરવેલમાં પડેલી યુવતી 490 ફૂટ ઊંડે હોવાનું કેમેરામાં કેદ, યુવતી જીવિત કે મૃત?

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    • June 20, 2026
    • 2 views
    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    • June 20, 2026
    • 3 views
    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    • June 20, 2026
    • 8 views
    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    • June 20, 2026
    • 7 views
    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    • June 20, 2026
    • 9 views
    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

    • June 20, 2026
    • 7 views
    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?