Surat: દારુડિયાએ સગીર પાસે દારુ પીવા પૈસા માગ્યા, ન આપતાં હત્યા, હર્ષ સંઘવી સામે રોષ!

Surat Murder News: દારુબંધીવાળા ગુજરાતમાં દારુ પીવા ખુલ્લેઆમ પૈસા માગે. અને પૈસા ન આપે તો હત્યા કરી નાખવામાં આવે. આવી ઘટના ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં બની છે. ત્યારે સવાલ થાય સરકારનો આ દંભ ક્યારે બંધ થશે. દંભી સરકારના રાજમાં દારુને લીધે લોકોના જીવ જઈ રહ્યા છે.

કાપોદ્રા વિસ્તારમાં 14 એપ્રિલની રાત્રે હીરાના કારખાનામાંથી છૂટીને ઘરે જતા 17 વર્ષીય રત્નકલાકાર પરેશ વાઘેલા પાસે નશાની હાલતમાં ફરતાં એક શખ્સે દારુ પીવા પૈસાની માગણી કરી હતી. પરંતુ સગીર રત્નકલાકાર પાસે ભાડાના 10 રૂપિયા હોવાથી નશા માટે પૈસા આપવાનો ઈનકાર કરતા આરોપીએ ચપ્પુના ઘા મારી બાળ રત્નકલાકરાની હત્યા કરી નાખી હતી.

મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામનો વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલા ક્રિષ્નાનગરમાં પરેશ વાઘેલા રહેતો હતો. 17 વર્ષિય પુત્રની હત્યા થતાં પરિવાર આઘાતમાં છે. મૃતક બાળકના પિતા અરવિંદભાઈ ફ્રૂટની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. અરવિંદભાઈને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર પરેશ (ઉં.વ.17) છે. અરવિંદભાઈનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં સરીન વિભાગમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. જો કે હવે તે ન રહેતાં પરિવારનો આધાર છીનવાયો છે.

આ ઘટના ત્યારે બની હતી જ્યારે પરેશ કારખાનામાંથી છૂટી ઘરે જઈ રહ્યો હતો. જાણવા મળી રહ્યું છે આરોપીએ સગીરની હત્યા કર્યા બાદ તેણે એક રિક્ષાચાલક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેથી રિક્ષાચાલકને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.  કાપોદ્રા પોલીસે હત્યારા પ્રભુ રવિરામ શેટ્ટી (ઉં.વ.25 રહે. લક્ષ્મણ નગર સોસાયટી કાપોદ્રા)ની ધરપકડ કરી કરી હતી.

પરિવારે કહ્યું કે આરોપી 24 કલાક ત્યા બેસી રહેતો હતો. મૃતકના મોટા મમ્મીએ કહ્યું હતુ કે આરોપી કોઈ સાથે ઝઘડો કરીને આવ્યો હતો. ત્યાર બાદ અમારા છોકરા સાથે ઝઘડો કર્યો હતો. બહેન દિકરીઓને પણ ત્યાથી નીકળી શકાતું ન હતુ. અમારી માગ છે કે અમારા છોકરા પાસે થયું તે આરોપી પાસે પણ થવું જોઈએ.

સુરતની આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે.  માત્ર  નશો કરવા પૈસા ન આપતાં આ રીતે ગુજરાતમાં હત્યા થાય તે તંત્રની બેદરકારી દર્શાવે છે. તે પણ દારુબંધીવાળા ગુજરાતમાં.

આ પણ વાંચો:

PM MODI એ ભક્તોને જૂતા પહેરાતાં કહ્યું હવે પછી આવુ ન કરતો!, કોને મોદીભક્તિ ફળી?

ગુજરાતમાં માનવભક્ષી દીપડાઓથી ખાતરો, વન વિભાગની દાદાગીરી!, શું સરકાર લાવશે ઉકેલ? | Leopard attacks

કોંગ્રેસના મહિલા MLAએ ભાજપ નેતાને ફટકાર્યો, શું છે વિવાદ? | Rajasthan

Bodeli ની ઓરસંગ નદીની દશા અને દિશા કેમ બદલાઈ? પાણી ગયા અને હવે કાંકરા રહી ગયા | VIDEO

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 6 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 19 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 6 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 24 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 34 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો