
Surat: સુરતમાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે અને માત્ર ગરીબોને હેરાન કરતી પોલીસ મોટા માથાઓ સામે જી હજૂરી કરતી હોવાનો કિસ્સો ભારે ચર્ચામાં આવ્યો છે. અહીંના ઉદ્યોગપતિ સમીર શાહ અને તેના પુત્ર જૈનમે દારૂપાર્ટીનું આયોજન કર્યું અને પોલીસે ત્યાં દરોડા પાડ્યા પણ આ રેડ દરમ્યાન મજાની વાત તો એ હતી કે આ કેસમાં માત્ર દારૂ પહોંચાડનાર વિરુદ્ધ જ કાર્યવાહી કરી પણ જેણે દારૂપાર્ટીનું આયોજન કર્યું હતું તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહીતો ન કરી પણ આ દરોડા દરમિયાન વધુ ચોંકાવનારી વાતતો એ હતી કે આ ઘટના સમયે ઉદ્યોગપતિના પુત્રએ પીએસઆઇ સાથે ઝપાઝપી કરી હોવાના વીડિયો પણ વાયરલ થયા હોવાછતાં તેની સામે કોઈ કાર્યવાહી નહીં થતા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ ઘટના અંગે યુઝર્સ પોલીસ પ્રશાસનની બેવડી નીતિ ઉપર કોમેન્ટ કરી રહયા છે.
सूरत के अलथान इलाके में स्थित SAM S49 होटल में देर रात पुलिस ने शराब पार्टी का भंडाफोड़ किया। जानकारी मिलते ही अलथान थाना पुलिस मौके पर पहुँची और होटल के बाहर खड़ी कार की तलाशी में बियर की कई बोतलें बरामद कीं।
छापेमारी के दौरान एक हरे रंग की शर्ट पहने युवक ने वीडियो बनाने से… pic.twitter.com/I2Uk1oR3ik
— AajTak (@aajtak) October 18, 2025
સુરતમાં દિવાળી પર્વ ઉપર ભારે ચર્ચાસ્પદ બનેલી આ ઘટનામાં અલથાણના એક જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહની જન્મદિવસની પાર્ટી પર પોલીસે દરોડો પાડતા ભારે હોબાળો મચી ગયો હતો અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કે.એસ. અવતરણ હોટલમાં આ દારૂ પાર્ટીની વાત છે.
લાઈઝનિંગનું કામ કરતા જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહની જન્મદિવસની પાર્ટી કે.એસ. અવતરણ હોટલમાં રાખવામાં આવી હતી જેમાં મોટા-મોટા ઉદ્યોગપતિઓ અને જાણીતા વેપારીઓ સહિત અનેક લોકો સામેલ હતા.
બર્થ ડે પાર્ટીમાં બ્રાન્ડેડ દારૂ પીરસતો હોવાની કોઈએ પોલીસને બાતમી આપી દેતા અલથાણ પોલીસે હોટલ પર રેડ કરતા પાર્ટીમાં મોટા બિઝનેસમેનો અને બિઝનેસ સાથે સંકળાયેલા ઘણા નામાંકિત લોકોની હાજરી જોઈ પોલીસ સ્તબ્ધ થઈ ગઈ પણ દારૂ પીવાતો હતો અને બોટલો પણ હતી એટલે ગૂનોતો બનતો હતો એટલે પોલીસે પીધેલાઓ સહિત પાર્ટીમાં હાજર તમામને રાઉન્ડઅપ કરવાનું શરૂ કર્યું હતું દરમ્યાન સમીર શાહના પુત્રએ પોલીસ સાથે બબાલ કરી ઝપાઝપી કરી મુકતા થોડીવાર સુધી મામલો ગરમાયો હતો અને સરકારી કામકાજમાં રુકાવટ બાબતે સમીર શાહના પુત્રને પોલીસે તે સમયે અટકાયતમાં લીધો હતો પણ ત્યાર બાદ તેને છોડી દેવાયો હતો. જો કે કયા કારણોસર તેને છોડી દેવામાં આવ્યો તે હજુ સુધી સામે આવ્યું નથી.
પણ છેલ્લે ઘીના ઠામમાં ધી ઢોળાઈ ગયું હોય તેમ આ દારૂ પાર્ટીમાં માત્ર દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.
હાલ પોલીસનું કહેવું છે કે બલેનો કારમાં દારૂ પડેલો છે તેવી બાતમી મળતા પોલીસ પહોંચી હતી અને પોલીસે બલેનોમાંથી 1350ની બિયરની 9 બોટલ મળીને 3 લાખ ઉપરાંતનો દારૂ પકડ્યો છે. વીડિયો સામે આવ્યા કે સમીર શાહની બર્થ-ડે હતી અને તેમના પુત્ર જનમે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
અહીં દારૂ પાર્ટી ચાલતી હતી તે ખબર નથી.
અલથાણ પોલીસે આ દારૂ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસના મતે ઉદ્યોગપતિ સહિત પાર્ટીમાં હાજર તમામ લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે જોકે, આ સમગ્ર પ્રકરણ સુરત શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે.
આ પણ વાંચો:
UP: ‘5 હજાર લે અને મારી સાથે ચાલ’, હોસ્પિટલમાં પૂર્વ આર્મીમેને નર્સ સાથે અશ્લીલતા કરી પછી…
Vadodara: જન્મદિવસ બન્યો અંતિમ દિવસ, દિવાળીની રોશની જોવા ગયેલા યુવકને કાળે બનાવ્યો કોળિયો
Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!








