
Surat: રાજ્યમાં પોલીસના બે ચહેરા સામે આવે છે જેમાં એક સંવેદનશીલ ચહેરો હોય છે જે મુસિબતમાં લોકોની સહાય કરે છે અને નાગરિકો પ્રત્યે પોતાની સંવેદનશીલતા દેખાડે છે. ત્યારે બીજી તરફ પોલીસ નાગરિકો સામે ખાખીનો રોફ જમાવતા જોવા મળે છે અને દાદાગીરી કરતા હોય છે. ત્યારે સુરત શહેર જે ગૃહરાજ્યમંત્રીનું હોમટાઉન છે ત્યાં પોલીસની હદ પાર વગરની દાદાગીરી સામે આવી છે. જેમાં એક હોટલ મોડા સુધી ખૂલી રહેતા પોલીસે દુકાનદારને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સુરતમાં પોલીસની હદપાર દાદાગીરી
સુરત શહેરમાં પોલીસની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હોટલ મોડી રાત સુધી ખુલ્લી રહેવાના આરોપમાં દુકાનદારને પોલીસે નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે.
CCTV માં ખુલી પોલીસની બર્બરતા
વાયરલ થયેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, પોલીસ અધિકારીઓ દુકાનદાર સાથે ઉગ્ર રીતે વાતચીત કરે છે અને ત્યારબાદ તેને માર મારે છે. આ ઘટનામાં પોલીસે દુકાનદારને માર માર્યો અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સીસીટીવી વાયરલ થતા લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.
સુરતમાં પોલીસની હદપાર દાદાગીરી, વિડિયો વાયરલ
હોટલ મોડા સુધી ખૂલી રહેતા દુકાનદારને માર્યો માર
સમગ્ર ઘટનાના CCTVમાં થઈ કેદ
🔴 નોંધ: આ વિડિયો માં અપશબ્દોનો વધુ પ્રમાણ ઉપયોગ થયેલો છે 🔴#Surat #CCTV #Gujarat@CP_SuratCity @GujaratPolice @sanghaviharsh @dave_janak @kathiyawadiii pic.twitter.com/F6VUWyDxkk
— Sanskar Sojitra (@sanskar_sojitra) July 1, 2025
પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ
આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે, પોલીસનું કામ નાગરિકોની સુરક્ષા કરવાનું છે, પરંતુ અહીં તેઓ જ દાદાગીરી કરી રહ્યા છે. આવી ઘટનાઓથી પોલીસ પરનો વિશ્વાસ ઘટે છે. ઘણા નાગરિકોએ આ ઘટનાને સુરત પોલીસની વધતી જતી દાદાગીરી ગણાવી છે. આ ઘટનાને લઈને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે લોકોનું કહેવું છે કે, જો પોલીસ જ ગુંડાગીરી કરશે, તો નાગરિકો કોના પર ભરોસો કરશે? જો કે સુરત પોલીસે હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. નાગરિકોનું કહેવું છે કે આવી ઘટનાઓમાં મોટાભાગે તપાસ માત્ર ખાનાપૂર્તિ સુધી સીમિત રહે છે. સુરતના નાગરિકો હવે આશા રાખે છે કે, આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થશે અને દોષિત પોલીસ અધિકારીઓ સામે કડક સજાની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર પોલીસ તંત્રની જવાબદારી અને નાગરિકોની સુરક્ષા પ્રત્યેની તેમની ફરજ પર પ્રશ્નો ઉભા કર્યા છે.