
Surat Rape Case: ગુજરાત હાઈકોર્ટે મંગળવારે (11 માર્ચ) સંબંધિત અધિકારીઓને આસારામના પુત્ર નારાયણ સાંઈની ફર્લો માટેની અરજીને પ્રાધાન્ય આપી ઝડપીથી નિકાલ કરવા કહ્યું છે. 30 દિવસમાં ફર્લો અરજી પર નિર્ણય લેવાામં આવે તેમ હાઈકોર્ટે જણાવ્યું છે.
2019માં સુરતની સેશન્સ કોર્ટે સાંઈને બળાત્કારના કેસમાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. આ નિર્ણય સામેની તેમની અપીલ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
ન્યાયાધીશ એમ.આર. મેંગડેએ આદેશ આપતા કહ્યું હતું કે, “એવું લાગે છે કે અરજદારે 27 જાન્યુઆરી, 2025 ના રોજ સંબંધિત અધિકારીઓ સમક્ષ ફર્લો રજા માંગતી અરજી કરી હતી. જો કે તે હજુ પણ પેન્ડિંગ છે. સંબંધિત અધિકારીઓને આ આદેશ મળ્યાની તારીખથી 30 દિવસની અંદર શક્ય તેટલી ઝડપથી અરજીનો નિર્ણય લેવાનો નિર્દેશ આપવામાં આવે છે”.
સુનાવણી દરમિયાન સાંઈના વકીલે દલીલ કરી હતી કે, “મેં 27 જાન્યુઆરી 2025 ના રોજ અરજી કરી હતી. જો કે સંબંધિત અધિકારીઓએ આટલો સમય વિતવા છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
સાંઈની અરજીમાં જણાવાયું છે કે તે 4 ડિસેમ્બર, 2013 ના રોજ ધરપકડ કરવામાં આવી ત્યારથી 11 વર્ષ અને 4 મહિના જેલમાં રહ્યો છે, અને આ સમયગાળા દરમિયાન તેને ફક્ત 4 વખત જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ફર્લો અરજી કરી હતી, કારણ કે પોતે અને વૃદ્ધ બીમાર માતાપિતાની તબીબી સારવાર કરાવી છે.
ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ પોતે જેલમાં સ્વાસ્થ્ય સંબંધિત બિમારીનો સામનો કરી રહ્યો છે. સાથે સાથે તેના પિતા, આસારામ બાપુને તેમના એન્જીયોગ્રાફી રિપોર્ટ મુજબ, હૃદય રોગ જેવી ગંભીર બિમારીથી પિડાઈ રહ્યા હોવાનું જણાવ્યું છે. જેમાં “બે કોરોનરી નળીઓમાં 90% થી વધુ બ્લોક્સ” છે અને તેમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને અન્ય બીમારીઓ પણ છે. નારાયણ સાંઈના વકીલે જણાવ્યું હતુ કે જેલ મેન્યુઅલની જોગવાઈઓ મુજબ તેઓ રજા માટે હકદાર છે, જોકે તેમની રજાની અરજી પર હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.
પિતા આસારામ વચગાળાના જામીન પર છે બહાર
ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈના પિતા આસારામ 31 માર્ચ સુધી જેલ બહાર છે. તેઓ વચગાળાના જામીન પર બહાર છે. આસારામ તેમના જ આશ્રમની મહિલાઓ પર બળાત્કાર કરવા ગુનામાં જેલની સજા ભોગવી રહ્યા છે. જો કે તબીબી સારવારના બહાના હેઠળ 31 માર્ચ 2025 સુધી જેલ બહાર છે. ત્યારે હવે જો નારાયણ સાંઈની અરજી પર જલ્દી નિર્ણય લેવાશે તો પિતાપુત્ર મળી શકશે.
આ પણ વાંચોઃ સુપ્રિમ કોર્ટે બળાત્કારી આશારામને વચગાળા જામીન આપ્યા, જાણો કારણ!
આ પણ વાંચોઃ આસારામ બાદ બળાત્કારી રામ રહીમ જેલ બહાર, કેટલાં દિવસના મળ્યા પેરોલ?
આ પણ વાંચોઃ Gujarat Rape Case: ગુજરાતમાં કેમ વધી રહ્યા છે મહિલાઓ પર બળાત્કાર?
આ પણ વાંચોઃ પત્નીના વિયોગમાં પતિએ 4 બાળકો સાથે દૂધમાં ઝેર નાખી પી લીધુ, 3ના મોત,જાણો વધુ | Bihar News
આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાપુરમાં ગટરની ગંદકી સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, કોની બેદરકારી?