
તાજેતરમાં સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની હત્યા કરનાર સ્મિત જીયાણીનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે. પોલીસ જાપ્તા વચ્ચે રાજહંસના સૂર્યા બિલ્ડીંગમાં રીકન્સ્ટ્રક્શન કરાયું છે. 27 તારીખે સ્મિતે પત્ની પુત્ર અને માતાપિતાને ચપ્પાના ઘા માર્યા હતા. જેમાં પત્ની અને પુત્રનું મોત થયું હતુ. સ્મિતે પોતે પણ ગળા પર ચપ્પુ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જો તેનું રીકન્સ્ટ્રક્શન કરતાં મગરના આંસુ સાર્યા છે. આરોપીએ સમગ્ર ઘટના પોલીસ સમક્ષ વર્ણન કર્યું છે. પોલીસ તપાસમાં જણવા મળ્યું છે કે પતિપત્નિ વચ્ચે ઝઘડાં થતાં હતા. જેથી આવેશમાં આવેલા સ્મિતે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે.
શું છે ઘટના?
સુરત શહેરના સરથાણા જકાતનાકા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ સામુહિક હત્યાના પ્રયાસની કંપાવનારી ઘટના બની હતી. સગા દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળક પર હુમલો કર્યો હતો. જે બાદ આરોપી સ્મિતે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ બનાવમાં પત્ની અને બાળકનું મોત થયું હતા. આ કેસમાં માતા-પિતા અને પરિવાર પર હુમલો કરનાર સ્મિતની સારવાર ચાલી રહી હતી. ત્યારે ગઈકાલે તેની સારવાર પૂર્ણ થતાં તેનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે. જાણવા મળી રહ્યું છે કે તેણે સારવાર દરમિયાન હોસ્પિટલના વોશરુમમાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જુઓ સરથાણાના પી.આઈ. મીનાબા ઝાલાએ શું કહ્યું?
આ સમાચાર પણ વાંચોઃ ARVALLI: સગીર-સગીરાને ભગાડવામાં મદદ કરનાર પરિવારજનોની ધરપકડ