
હવે આમ આદમી પાર્ટીને ભ્રષ્ટાચારનો સળો લાગ્યો છે. સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેશનની ચૂંટણીમાં AAPમાંથી ચૂંટણી જીતી કોર્પોરેટર બનેલા રાજેશ મોરડીયા સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. રાજેશ મોરડીયા અને પંકજ પટેલ વિરૂદ્ધ સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ખંડણી માંગવાના કેસમાં અટકાયત કરાઈ છે.
રાજેશ મોરડીયા શહેરના મોટા વરાછામાં પતરાંના ડોમ બનાવનાર પાસેથી ખંડણી માગી હતી. જો ખંડણી ન આપે તો તોડી પાડવાની ધમકી આપી હતી. જેમાં તેણે પતરાનો ડોમ બનાવનાર પાસેથી 1 લાખ રૂપિયા લીધા હતા.
જ્યારે બીજા એક કેસમાં ડામર રોડનું કામ અટકાવી 50 હજાર રૂપિયાલીધા હોવના આરોપો છે. આ બંને કેસમાં પોલીસે ખંડણી ઉઘરાવવાનો ગુનો નોંધી ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. રાજુ મોરડીયા સામે કાર્યવાહી થતાં AAP દ્વારા પક્ષના દરેક હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં મહેસાણાના પિતા-પુત્રીની હત્યા, સ્ટોરમાં ઘૂસી ફાયરિંગ | Murder
આ પણ વાંચોઃ ખંભાતનો દરિયો વધી રહ્યો છે આગળ, માટીની ભેખડો ધસી, કેમ આવું થઈ રહ્યું છે અને શું અસર થશે? |Gulf of Khambhat
આ પણ વાંચોઃ Anand: પાલિકા કારોબારી ચેરમેનની પત્ની અને સોશિલય મિડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ પટેલનું મોત
આ પણ વાંચોઃ Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ







