
સુરતના ગોડાદરામાં ધો. 8માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. શાળા સંચાલકોનો ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થીનીએ સમયસર ફી ન ભરી શકતાં તેને બહાર બેસાડી રાખવામાં આવતી હતી. વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. શાળામાં તેને જે ત્રાસ આપવામાં આવતો હતો તેના CCTV સામે આવ્યા છે. હાલ ગોડાદરા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીને એકલી બેસાડી રાખી
ગોડાદરામાં વિદ્યાર્થીનીના આપઘાત મામલે શાળા 10 જાન્યુઆરીના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 10 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થીનીને લગભગ સવા કલાક સુધી કમ્પ્યુટર લેબમાં એકલી બેસાડી રાખવામાં આવી હતી. સવારે 7.45થી 9.05 મિનિટ સુધી વિદ્યાર્થીની લેબમાં એકલી જ હતી. CCTVમાં દેખાય છે કે, વિદ્યાર્થીની શરૂઆતમાં લેબના સિટિંગ સ્ટુલ ઉપર બેઠી હતી. બાદમાં વિદ્યાર્થીનીને લેબમાં નીચે જમીન ઉપર બેસાડી દેવામાં આવી હતી. લગભગ 9.06 મિનિટે વિદ્યાર્થિનીને કલાસરૂમમાં જવા દેવામાં આવી અને પરીક્ષામાં બેસવા દેવામાં આવી હતી. આ મામલે જિલ્લા શિક્ષણધિકારી કચેરી દ્વારા પણ પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
પરિવારજનોનો આક્ષેપ છે કે વિદ્યાર્થીનીએ ફી ન ભરી હોવાથી આદર્શ પબ્લિક શાળાએ પરીક્ષા આપવા ન દીધી હતી. જેથી દિકરીએ આપઘાત કર્યો છે. જો કે શાળા સંચાલકોએ તમામ આરોપોને ફગાવ્યા છે. ટોઈલેટ પાસે દીકરીને ઉભી રાખવાના આક્ષેપોને પણ નકાર્યા છે.
શાળા સંચાલકે શું કહ્યું?