
Surat Crime News: રાજ્યમાં વારંવાર દેહવિક્રયનો ધંધો ઝડપાઈ રહ્યો છે. ત્યારે હવે સુરતના વરાછામાંથી કૂંટણખાનું ઝડપતાં ખળભળાટ મચી ગયો છે. હાલ કૂંટણખાનની સંચાલક આશા બારૈયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર ગત રોજ વરાછા પોલીસે જગદીશ નગરમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. જગદીશનગર શેરી નં. ૨, વિનાયક કાપડની ગલીમાં, પ્લોટ નં.110ના ચોથા માળેથી કૂટણખાનું ઝડપી પાડ્યું છે. સાથે જ સંચાલિકા આશાબેન રમેશભાઇ બારૈયા (ઉ.વ.32, રહે. વરાછા, મૂળ. ભાવનગર)ની ધરપકડ કરવામાં આવી છે.
મહિલાની સાથે બે ગ્રાહકો પણ પકડાયા છે. 800થી 1000 રૂપિયા લઈ મહિલા સેક્સ રેકેટ ચલાવતી હતી. બે યુવતીને પણ ઝડપી લેવાઈ છે. વરાછા પોલીસે ગ્રાહક મીઠુકુમાર પ્રસાદ(ઉ.વ. 19) અને આકાશ યાદવ(ઉ.વ.18)ની સામે કાર્યવાહી કરી છે.
ગયા વર્ષે આ જ મહિલા દેહવ્યપાર ધંધો કરાવતી ઝડપાઈ હતી
જાણવા મળી રહ્યું છે કે અગાઉ વર્ષ 2024માં પણ આરોપી મહિલા આશા બારૈયા ત્રિકમનગરમાં ભાડાના મકાનમાં દેહવ્યાપારનો ધંધો કરતી હતી. તે વખતે પણ વરાછા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. જો કે ફરીવાર આજ ધંધો ચાલુ રહેતાં પોલીસની કામગીરી પર સવાલ ઉભા છે. જો પહેલેથી યોગ્ય કાર્યવાહી થઈ હોય તો પછી ફરીવાર મહિલાએ દેહવ્યપારનો ધંધો કરવાની હિંમત ન કરી હોત! જોકે હવે પોલીસ કાર્યવાહી કરે છે કે ભીનું સંકેલી લે છે તે જોવું રહ્યુ!
આ પણ વાંચોઃ Praful Pansheriya: TET-TAT ઉમેદવારોના હલ્લાબોલ બાદ શિક્ષણમંત્રી પાનસેરિયાએ મૌન તોડ્યું, 24,700 શિક્ષકોની…
આ પણ વાંચોઃ TET-TAT પાસ ઉમેદવારો ગાંધીનગરના રસ્તાઓ પર ઉતર્યા, શું છે પડતર માંગણીઓ, વાંચો
આ પણ વાંચોઃ આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે… ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં બોલ્યા પીએમ મોદી







