
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ભેદભાવના આક્ષેપો સામે આવ્યા છે. ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અને સ્થાનિક કોંગ્રેસના આગેવાન વિક્રમ રબારીએ દસાડાના ભાજપ ધારાસભ્ય પી.કે. પરમાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ધારાસભ્યે માત્ર પોતાના ગામ બામણવામાં જ મોટાભાગની ગ્રાન્ટ ફાળવી, જ્યારે દસાડા તાલુકાના અન્ય ગામોમાં ઈરાદાપૂર્વક વિકાસના કામો અટકાવવામાં આવ્યા છે. આનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
વિકાસ યોજનાઓમાં ધારાસભ્યના ઈશારે ગેરરીતિઓ
આ મામલે વિક્રમ રબારીએ જણાવ્યું કે મનરેગા યોજના સહિત અન્ય વિકાસ યોજનાઓમાં પણ ધારાસભ્યના ઈશારે ગેરરીતિઓ થઈ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોનો વિકાસ અટકી પડ્યો છે. ગામોમાં મૂળભૂત સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને ગટર વ્યવસ્થાની અછત યથાવત છે, જેની અસર ખેડૂતો અને સામાન્ય લોકો પર પડી રહી છે.
સ્થાનિક લોકોએ કરી તપાસની માંગ
ખેડૂત હિત રક્ષક સમિતિએ આ મુદ્દે તપાસની માંગ કરી છે અને યોજનાઓના અમલમાં પારદર્શિતા લાવવા જણાવ્યું છે.અને સ્થાનિક લોકોએ ધારાસભ્યની કામગીરી પર અસંતોષ વ્યક્ત કર્યો છે અને વિકાસના કામોમાં નિષ્પક્ષતા અને સમાનતાની માંગ કરી છે. આ મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયું છે, અને આગામી દિવસોમાં આ આક્ષેપોના જવાબમાં ધારાસભ્યનું વલણ અને વહીવટી પગલાં પર લોકોની નજર રહેશે.
આ પણ વાંચો
Surat: અર્ધનગ્ન હાલતમાં 60 ફૂટ ઉંચા ઝાડ પર કેમ ચઢી મહિલા? ભારે જહેમત બાદ ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
UP News: દીકરી બે વાર ઘરેથી ભાગી, બદનામીથી નારાજ પિતાએ આપ્યું ભયાનક મોત
Gujarat politics : અમદાવાદના સવા લાખ ગુમનામ મતદારો,લાલ શાહીથી મતદારોને ડિલીટ કરી દેવાયા