
Surendranagar: હાલમાં સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. સુરેન્દ્રનગર માહા નગરપાલિકા વિસ્તારમાં અવરીત વરસાદથી ઠેરઠેર પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે શહેરના માનવ મંદિર વિસ્તારમાં લોકો જાણે દોઝખભરી જીંદગી જીવતા હોઇ તેમ કેડ સમા પાણી ભરાયેલા હોઇ રોજબરોજની જીંદગી દોજખ સમાન બનતા તાત્કાલિક લોકોએ વરસાદના પાણીનો નિકાલ કરવા માંગ કરી છે.
ગટરોના પાણી વચ્ચે રહેવા મજબુર લોકો
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલીકા વિસ્તારમાં આવતા ચાંમુડા પરા, માનવ મંદિર વિસ્તાર સહિતના વિસ્તારમાં વરસાદના પાણી સાથે ભુગર્ભ ગટરોના પામી ઉભરાતા લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે આ વિસ્તારમાં રોડ રસ્તાઓ નથી તેમજ પાણી ભરાય રહેવાથી હાલ રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત ફેલાઇ છે. આ વિસ્તારમાં અંદાજે 500 કુટુબ વસવાટ કરે છે ત્યારે લોકોએ મનપામાં અનેક રજુઆત કરી પરંતુ આ વિસ્તારમાં ગરીબોની વસ્તી હોઇ તંત્ર કોઇ વાત સાભળતું નથી જેથી લોકો ઢીચણ સામા પાણીમાં થઈ ચાલીને જવા મજબુર બન્યા છે. ઢીચણ સમા પાણી રોડ પર ભરાયેલા હોવાથી બાળકો શાળાએ જઇ શકતા નથી. જેથી તેઓના અભ્યાસ પણ બગડી રહ્યો છે. તેમજ જો કોઈ માંદુ પડે તો આ વિસ્તારમાં 108 પણ આવી શક્તિ નથી જેથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગાંધી ચિધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી
વરસાદ અને ભુગર્ભના ગટરોના ગંદા પાણી આ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ભરાયેલા હોવથી રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત છે જેથી લોકોએ અગામી દિવસોમાં આ વિસ્તારમાં પાણીનો નિકાલ નહિ થાય તો ગાંધી ચિધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.








