Sweden School Firing: સ્વીડનની સ્કૂલમાં એકાએક ગોળીબાર, 10 લોકોના મોત, આતંકી હુમલો?

  • World
  • February 5, 2025
  • 1 Comments

Sweden School Firing:  સ્વીડનના ઓરેબ્રો શહેરની એક શાળામાં અંધાધૂંધ ગોળીબારની ઘટના ઘટી હતી. જેમાં લગભગ 10 લોકો માર્યા ગયા અને ઘણા ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.

આ ઘટના મંગળવારે બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ બની હતી. આ ગોળીબારમાં 10 લોકો ઘાયલ થયા છે. જોકે, હાલમાં તેમની સ્થિતિ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. પોલીસે સ્થાનિક લોકોને શાળાની નજીક ન જવાની અપીલ કરી છે, જેથી તપાસ અને સુરક્ષા કાર્યમાં કોઈ અવરોધ ન આવે. ઓરેબ્રો શહેર સામાન્ય રીતે શાંત અને સલામત સ્થળ માનવામાં આવે છે, પરંતુ આ ઘટનાથી વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

ઘણું નુકસાન થયું:  સ્વીડન પોલીસ

 ઓરેબ્રોના સ્થાનિક પોલીસ વડા રોબર્ટો ફોરેસ્ટે કહ્યું કે નુકસાન ખૂબ વધારે હોવાથી અમે હાલમાં વધુ માહિતી આપી શકતા નથી. મૃતકની ઓળખ મેળવવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ એક આતંકવાદી હુમલો છે. પોલીસનું માનવું છે કે એક જ હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસને હજુ સુધી શંકાસ્પદ હુમલાખોર વિશે કોઈ માહિતી મળી નથી. હજુ સુધી કોઈ સંગઠન સાથે હુમલાખોરોનો સંબંધ જાહેર થયો નથી.

હુમલા પાછળનું કારણ અકબંધ

ઓરેબ્રો શહેર સ્વીડનની રાજધાની સ્ટોકહોમથી લગભગ 200 કિલોમીટર દૂર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ શાળામાં હતા. હાલમાં એ સ્પષ્ટ નથી કે આ હુમલામાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે કે નહીં અને એ પણ ખબર નથી કે હુમલા પાછળનું કારણ શું છે? હાલમાં પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ Dahod News:  દાહોદ પોલીસની કામગીરીઃ અત્યાચારનો ભોગ બનેલી મહિલાને આત્મનિર્ભર બનાવી, દુકાન સહિત CCTV લગાવ્યા, સરકાર શું કરે છે?

  • Related Posts

    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ
    • April 29, 2025

    Power outage: યુરોપના ઘણા દેશોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મુખ્યત્વે ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, સ્પેન અને પોર્ટુગલમાં સોમવારે મોટા પાયે વીજળી…

    Continue reading
    પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
    • April 29, 2025

    Pakistan PM Shahbaz Sharif hospital admitted: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડી દેવા કહ્યું છે. આ દરમિયાન  સમાચાર આવી…

    Continue reading

    One thought on “Sweden School Firing: સ્વીડનની સ્કૂલમાં એકાએક ગોળીબાર, 10 લોકોના મોત, આતંકી હુમલો?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

    • April 30, 2025
    • 5 views
    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

    Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

    • April 30, 2025
    • 9 views
    Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

    Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

    • April 30, 2025
    • 14 views
    Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

    નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

    • April 30, 2025
    • 17 views
    નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

    • April 30, 2025
    • 20 views
    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

    • April 29, 2025
    • 31 views
    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ