
તમિલનાડુમાં સત્તાધારી DMK પાર્ટીના નેતાની પત્નીએ તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ દાવો કર્યો છે કે મારો પતિ દેવસેયાલ DMK યુથ વિંગનો ડેપ્યુટી સેક્રેટરી છે. તેમના પર પત્નીએ આરોપ છે કે પુખ્ત વર્ષની છોકરીઓને નેતાઓ સાથે ઊંઘવા મજબૂર કરે છે. જાણો સમગ્ર મામલો.
તમિલનાડુમાં એક યુવતીએ રાનીપેટ જિલ્લાના અરક્કોનમના DMK પાર્ટી સાથે જોડાયેલા તેના પતિ પર ત્રાસ અને જાતીય સતામણીનો આરોપ લગાવીને મોટો રાજકીય વિવાદ ઉભો કર્યો છે.
મહિલાએ આરોપ લગાવ્યો કે તેના પતિએ 20 વર્ષની છોકરીઓને લાલચ આપીને રાજકારણીઓ સાથે સૂવા માટે દબાણ કરે છે. મહિલાએ દાવો કર્યો હતો કે તેના પતિના દુર્વ્યવહારને કારણે તેણે ઝેર પણ પીધું હતુ. મહિલાએ એક નિવેદનમાં કહ્યું, ‘જ્યારે હું કોલેજ જઈ રહી હતી ત્યારે તેણે મારા પર હુમલો કર્યો હતો. મને માર મારી ફોન તોડી નાખ્યો.’ અને તે કહેતો હતો કે જો તું ફરિયાદ કરીશ તો કંઈ નહીં થાય કારણ કે પોલીસ મને સાથ આપશે. તેના કારણે મેં ઝેર પીવાનો પ્રયાસ કર્યો હતો. મને પરિક્ષા ન આપવા દીધી. જો મને ન્યાય નહીં મળે તો હું જીવ આપી દઈશ.
આરોપી ડીએમકે યુવા પાંખનો ડેપ્યુટી સેક્રેટરી
કોલેજ કરતી પત્નિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ ધમકી આપી હતી કે જો તે પોલીસનો સંપર્ક કરશે તો તે તેના પરિવારના સભ્યોને આગ લગાવી દેશે. આરોપીની ઓળખ દેવસેયાલ તરીકે થઈ છે, જે DMK યુવા પાંખનો ડેપ્યુટી સેક્રેટરી હોવાનો દાવો કરે છે. મહિલાએ કહ્યું કે ‘તેનું કામ 20 વર્ષની છોકરીઓને રાજકારણીઓ સાથે સૂવડાવી હેરાન કરવાનું છે. તેની સામે ક્યારેય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
‘ જ્યારે હું ફરિયાદ કરું છું ત્યારે તે મને મારી નાખવાની ધમકી આપે છે. તેણે મને કારમાં ત્રાસ આપ્યો હતો અને બળજબરી કરી હતી. હું મારા ઘરની બહાર પણ નીકળી શકતી નથી. હું મારી પરીક્ષા પણ આપી શકતો નથી.
પોલીસની પ્રાથમિક તપસામાં યૌન શોષણના કોઈ પુરાવા મળ્યા નથી. જો કે પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
ગુજરાત ATS એ નડિયાદમાંથી બે શંકાસ્પદ સાયબર આતંકીઓ પકડ્યા
પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ ફિલ્મ છોડવી મોંઘી પડી!, અક્ષયએ 25 કરોડની નોટિસ મોકલી? | Paresh Rawal
વડોદરાથી આંકલાવ મહિલા સાથે ભજીયા ખાવા કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ Sheetal Mistry એ કર્યો?
અદાણી ડિફેન્સ બનાવશે અદ્યતન એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ, કોની સાથે કર્યા કરાર? | Adani
Hathmati Pollution: હિંમતનગર પાલિકા પોતે હાથમતી નદીમાં મળયુક્ત પાણી છોડે છે: વિપક્ષ
PM મોદીની પ્રશંસા ન કરવાનું પરિણામ, રાહુલને આસિફ મુનિર સાથે સરખાવ્યા | Amit Malviya
ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?
Ahmedabad: ચંડોળામાં ફરી AMCની લાલ આંખ, હજ્જારો ઘરો પાડ્યા, લોકો બેઘર
Ahmedabad: ધંધૂકામાંથી પાણીની બોટલની આડમાં દારુનો વેપલો પોલીસે પકડ્યો
Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?
‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?