Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?

  • Famous
  • May 19, 2025
  • 4 Comments

Shilpa Shirodkar: હિન્દી અને દક્ષિણ ફિલ્મોમાં શાનદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી શિલ્પા શિરોડકરે તાજેતરમાં પોસ્ટ કરી બધાને ચિંતામાં મૂકી દીધા છે. અભિનેત્રીએ તેના ઈસ્ટાગ્રામ પર માહિતી આપી કે તે કોવિડ પોઝિટિવ છે. આ પોસ્ટ બાદ ફિલ્મ જગતના તમામ સ્ટાર્સ તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે. સોનાક્ષીથી લઈને નિક્કી અનીઝ વાલિયા સુધી બધાએ પ્રતિક્રિયા આપી છે.

બિગ બોસ 18ની પૂર્વ સ્પર્ધક અને અભિનેત્રી શિલ્પા શિરોડકરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું, ‘નમસ્તે મિત્રો, મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.’ સુરક્ષિત રહો અને માસ્ક પહેરો. આ પછી, તેમના ચાહકો અને શુભેચ્છકો તરફથી મેસેજ કરી રહ્યા છે, જેમાં બધાએ તેમને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા કહી રહ્યા છે.

સોનાક્ષી સિંહાએ સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી

અભિનેત્રી શિલ્પા શિરોડકર કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર સાંભળતાં જ પ્રખ્યાત કલાકારોના સંદેશાઓ આવવા લાગ્યા. બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ લખ્યું, ‘હે ભગવાન, શિલ્પાનું ધ્યાન રાખજો અને જલ્દી સ્વસ્થ થઈ જાજો.’ તે જ સમયે, શિલ્પાની નાની બહેન નમ્રતા શિરોડકરે લખ્યું, જલ્દી સ્વસ્થ થાઓ. આ ઉપરાંત, બિગ બોસના સ્પર્ધક ચુમ દરંગે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે જલ્દી સ્વસ્થ થાઓ. આ ઉપરાંત નિક્કી અનીઝ વાલિયા, જુહી બબ્બર સોની સહિત ઘણા કલાકારોએ પણ પ્રતિક્રિયા આપી છે.

શિલ્પા શિરોડકર વિશે

શિલ્પા શિરોડકર (જન્મ 20 નવેમ્બર 1973) એક ભારતીય અભિનેત્રી અને પૂર્વ ફોટો મોડેલ છે. તેણે1989 થી 2000 સુધી મુખ્યત્વે હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનયના 13 વર્ષના વિરામ પછી અભિનયમાં પુનરાગમન કર્યું હતુ, તે 2013 માં ઝી ટીવી સિરિયલ ‘એક મુઠ્ઠી આસમાન’ માં જોવા મળી હતી.

શિરોડકરે રમેશ સિપ્પીની ફિલ્મ ભ્રષ્ટાચાર (1989) થી મિથુન ચક્રવર્તી અને રેખા સાથે અભિનયની શરૂઆત કરી હતી. જેમાં તેણીએ એક અંધ છોકરીની ભૂમિકા ભજવી હતી. તેણીએ 1990માં આવેલી હિટ ફિલ્મ કિશન કન્હૈયામાં અનિલ કપૂર સાથે અભિનય કર્યો હતો. તે પછીના વર્ષે તેણીએ ત્રિનેત્ર (1991) અને હમ (1991) જેવી સફળ ફિલ્મો આપી.

તે ખુદા ગવાહ (1992), આંખે (1993), પહેચાન (1993), ગોપી કિશન (1994), બેવફા સનમ (1995), અને મૃત્યુદંડ (1997) જેવી અન્ય ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી હતી . તેણીએ લગ્ન પછી અભિનય છોડી દેવાનું નક્કી કર્યું અને છેલ્લ તે 2000માં આવેલી ફિલ્મ ‘ગજા ગામીની’માં જોવા મળી હતી.

“ખુદા ગવાહ” માટે તેણીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી. શિલ્પાએ મિથુન ચક્રવર્તી સાથે નવ ફિલ્મોમાં કામ કર્યું છે અને ચાહકોએ તેમની ઓનસ્ક્રીન જોડીની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચોઃ

‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?

Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો

Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી

બલુચિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 4 લોકોના મોત, 20 ઘાયલ | Balochistan

Gujarat: વૈજ્ઞાાનિક મધુકાંત પટેલે ‘સ્માર્ટ મધપૂડા’ વિકસાવ્યા, AIનો ઉપયોગ કેવી રીતે થાય? | Bee farming

કર્નલ સોફિયા પર ટિપ્પણી અંગે Vijay Shah ને સુપ્રીમમાંથી ઝટકો, SIT તપાસ કરશે

Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

રાજકોટમાં દારુના ધંધા સાથે સંકળાયેલા લોકોના 55 દબાણો તોડ્યા! | Rajkot Demolition

PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?

અમેરિકામાં 4 કરોડની કેરીનો નાશ, જાણો ભારતે મોકલી કેરીમાંથી શું નીકળ્યું? | India exports

Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, સારવાર કેટલી શક્ય?

Rajkot માં 13 વર્ષિય સગીરાએ બાળકીને આપ્યો જન્મ, ગર્ભપાતની કોર્ટે આપી હતી મંજૂ

 

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 3 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 4 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 6 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 11 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી