રાજકોટમાં દારુના ધંધા સાથે સંકળાયેલા લોકોના 55 દબાણો તોડ્યા! | Rajkot Demolition

Rajkot Demolition: રાજકોટમાં આજે વહેલી(19 મે) સવારથી જ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં 38 જેટલાં દારુના ધંધા સાથે સંકળાયેલા બૂટલેગરોના ઘરો પર બૂલડોઝર ફેરવાયું હોવાના તંત્ર કહી રહ્યું છે. 38 બૂટલેગરોના 55 જેટલાં ગેરકાયદેસરના દબાણો દૂર કરાયા હોવાની જાણકારી મળી રહી છે.

આ દબાણ હટાવવાના આદેશ રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી કરાયા છે. જેમાં ગુનેગારોનાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે રાજ્યભરની પોલીસને આપવામાં આવેલી સૂચના અન્વયે આ દબાણો હટાવાયા છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે 38 બૂટલેગરનાં 55 જેટલાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યાં છે. પોલીસે વહેલી સવારે 7 વાગ્યાથી રાજકોટ મહાનગર પાલિકા તેમજ પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખી ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ હતી અને કુલ 38 ગુનેગારે 6.52 કરોડ કિંમતની 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલાં દબાણને દૂર કરવામાં આવ્યાં છે.

જે વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે એ રૈયાધાર પરશુરામ ટેકરી નજીક કરાયું છે. અહીં રાજકોટ સ્માર્ટ સિટી પણ આકાર લઇ રહ્યું છે અને સ્માર્ટ વિસ્તારમાં ગુનેગારોએ કરેલાં દબાણને દૂર કરવા માટે પોલીસ અને મનપા તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે.

જે 38 લોકોના દબાણો દૂર કરાયા છે, તેમના સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. જેમાં શરીર સંબંધના, મિલકત અને દારુના લગતાં કેસો નોંધાયેલા છે.

38 આરોપીઓના નામ

  • ખુશાલ હમીરભાઇ મેરિયા
  • વાલજી ઉર્ફે પતારિયો લાલજીભાઈ સડામિયા
  • તૌફીક બસીર ખાંડુ
  • રાજેશ બીજલ ભોણિયા
  • પીયૂષ પરેશ ડાભી અને ઋત્વિક પરેશ ડાભી
  • આનંદ ઉર્ફે બાબુ પરમાર
  • પ્રકાશ ડાયા જાદવ
  • ભૂપત દીપસિંહ ચૌહાણ
  • કિરણ જગદીશ પરમાર
  • રૂપલ ઉર્ફે ઋત્વી મુકેશ મકવાણા
  • ચંદા પ્રદીપ મુખર્જી
  • જયા રાયધન સાડમિયા
  • ગુલાબ કમીશ સાડમિયા
  • નીમુ રાજુ વઢવણિયા
  • વસંત પ્રવીણ સાડમિયા
  • વસંત બાબુ વાજેલિયા
  • રાયસિંહ કેશુ વાજેલિયા
  • વિક્રમ કેશુ વાજેલિયા
  • કંકુ કેશુ વાજેલિયા
  • ચંપા મનસુખ વાજેલિયા
  • જાનુ રમેશ વાજેલિયા
  • શહેજાદ ઉર્ફે નવાજ જલવાણી
  • રાહુલ રાજુ ચૌહાણ
  • ઉષા વિશાલ વાઘેલા
  • કૌશલ ઉર્ફે કરણ મકવાણા
  • નાથી ગોવિંદ ચાણકિયા
  • રાજુ ધીરુ વઢવાણિયા
  • ગીતા વિનોદ મકવાણા
  • મનસુખ જકશી વાજેલિયા
  • ડિમ્પલ સાગર સાડમિયા
  • મુની અલ્તાફ પરમાર
  • સાયરા મહેબૂબ મુનશી
  • લાલા બીજલ ભોણિયા
  • હસમુખ બાબુ મકવાણા
  • ભીખા ભાનુ અઘારિયા
  • નયના કેશુ જખાનિયા
  • કંચન હિતેશ પરમાર
  • કાજલ મહેશ સાડમિયા

શું પોલીસ દબાણ હટાવી શકે?

પોલીસ ગેરકાયદે દબાણો હટાવી શકે છે, પરંતુ આ કાર્યવાહી સામાન્ય રીતે સ્થાનિક વહીવટી સત્તાધિકારીઓ (જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા કલેક્ટર, અથવા અન્ય સરકારી અધિકારીઓ) ના સહયોગથી અને કાયદેસર પ્રક્રિયાને અનુસરીને કરવી પડે છે. પોલીસની ભૂમિકા મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય છે, અને તે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન સુરક્ષા પૂરી પાડે છે અથવા સરકારી આદેશોનું પાલન કરે છે.

અધિકૃતતા: ગેરકાયદે દબાણો હટાવવા માટે સામાન્ય રીતે જમીનના માલિકી હક્કો, બાંધકામની કાયદેસરતા, અને સ્થાનિક નિયમોની તપાસ કરવામાં આવે છે. આ માટે સરકારી નોટિસ આપવી જરુરી છે.

નોટિસ અને પ્રક્રિયા: દબાણ કરનારને પહેલા નોટિસ આપવામાં આવે છે, અને તેમને નિર્દિષ્ટ સમયમાં જાતે દબાણ હટાવવા કહેવામાં આવે છે. જો આમ ન થાય, તો વહીવટી સત્તા દ્વારા ડિમોલિશન કરવામાં આવે છે, જેમાં પોલીસ સહાય કરે છે.

પોલીસની ભૂમિકા: પોલીસ ખાસ કરીને ત્યારે સક્રિય થાય છે જ્યારે દબાણ હટાવવાની કાર્યવાહી ગુનાહિત પ્રવૃત્તિઓ (જેમ કે દારૂની હેરાફેરી, લૂંટ, અથવા અસામાજિક તત્વો) સાથે સંકળાયેલી હોય. ઉદાહરણ તરીકે, રાજકોટમાં 19 મે 2025ના રોજ 55 ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા, જેમાં પોલીસે બુલડોઝર કાર્યવાહીમાં સહયોગ આપ્યો.

આ પણ વાંચોઃ

PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?

અમેરિકામાં 4 કરોડની કેરીનો નાશ, જાણો ભારતે મોકલી કેરીમાંથી શું નીકળ્યું? | India exports

Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, સારવાર કેટલી શક્ય?

Rajkot માં 13 વર્ષિય સગીરાએ બાળકીને આપ્યો જન્મ, ગર્ભપાતની કોર્ટે આપી હતી મંજૂરી!

ઇઝરાયલે ગાઝામાં કરી મોટી તબાહી, 24 કલાકમાં 250 થી વધુ નિર્દોષ લોકોના મોત | Israel Gaza War

AAP પાર્ટીને મોટો ફટકો, 15 કાઉન્સિલરોએ રાજીનામા, કેમ આપ્યા રાજીનામા જાણો?

Bihar: PM મોદીનો સ્કૂલ બેગ પર પ્રચાર કેટલો યોગ્ય?, જુઓ વીડિયો થયો વાઈરલ!

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી