
Technology News: જમાનો હવે બદલાઈ ચુક્યો છે, આજકાલ બધું જ ઓનલાઈન થઈ ગયું છે અને આજે તમામ વ્યવહારો ડીજીટલ થઈ જતા ખાવા-પીવાથી માંડી તમામ પ્રકારની વસ્તુઓની ઓનલાઈન ઓર્ડરથી ડિલિવરી થઈ રહી છે દુનિયાના કોઈપણ ખૂણે આપ્તજનો સાથે સંપર્કમાં રહી શકાય છે જાણે હવે દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે, લોકો ટેકનોલોજીના માધ્યમથી મોબાઈલમાં લાઈવ વાતચીત કરી શકે છે વીડિયો અને ટેક્સ મેસેજથી જોડાયેલા રહે છે ત્યારે હવે એથી આગળ વધી સમગ્ર દુનિયામાં કોઈપણ ખૂણેથી પાર્સલ ડિલિવરી માત્ર એક જ કલાકમાં મળી જાય તેવી અતિ અદ્યતન ટેકનોલોજી પણ ખૂબ જ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે ત્યારે જાણીશું કે આ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે.
આ કંપનીનું નામ ( invairsion) ઇન્વર્ઝન છે,એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં કામ કરતી આ કંપનીએ વિશ્વનું પ્રથમ સ્પેસ ડિલિવરી વ્હીકલ વિકસાવ્યું છે, જેનું નામ આર્ક વ્હીકલ છે. તે રી-એન્ટ્રી વ્હીકલ છે,એટલે કે તે અવકાશમાં જઈ શકે છે અને પછી વાતાવરણમાં પાછા ફરી શકે છે. તે એક સમયે 227 કિલોગ્રામ સુધીનો સમાન લઈ જઈ શકે છે.
આ ટેકનોલોજીમાં Arc Vehicle આર્ક વ્હીકલ પર સામાન લોડ કરવામાં આવે છે. ત્યારબાદ તે પૃથ્વીથી 1,000 કિલોમીટર ઉપર અવકાશમાં જાય છે અને પછી ડિલિવરી પોઈન્ટ પર ઉડે છે. ત્યારબાદ તે વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરે છે અને પેરાશૂટ દ્વારા સુરક્ષિત રીતે ઉતરાણ કરે છે.Arc Vehicle 25,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
આ અવકાશ ડિલિવરી વાહન માત્ર સામાન પહોંચાડવા માટેજ નહિ પણ તેનો વિવિધ રીતે ઉપયોગ થઈ શકે છે.આ ટેકનોલોજી યુદ્ધના સમયમાં પણ અત્યંત ઉપયોગી થઈ શકે છે. Arc Vehicle અવકાશમાં પણ સ્થિર રહી શકે છે, કંપનીના જણાવ્યા મુજબ, તે પાંચ વર્ષ સુધી અવકાશમાં સક્રિય રહી શકે છે, જે તેને યુદ્ધ અને કટોકટીની પરિસ્થિતિઓમાં પણ ઉપયોગી થશે.
કંપનીનો દાવો છે કે આ ઓટોનોમસ સ્પેસક્રાફટ ફરીથી વાપરી શકાય તેવું છે, જેનાથી ખર્ચ ઓછો થાય છે. જોકે, આ સેવાનો ખર્ચ કે તે ક્યારે લોન્ચ થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.મહત્ત્વનું છે કે આજકાલ ઝડપી પાર્સલ ડિલિવરી સેવા આપતી કંપનીઓ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે જેમાં કેટલીક કંપનીઓ 10 થી 15 મિનિટમાં ઘરો સુધી ડીલીવરી પહોંચાડે છે, જ્યારે કેટલીક કંપનીઓ એક શહેરથી બીજા શહેરમાં એક થી બે દિવસમાં પાર્સલ મોકલે છે. આંતરરાષ્ટ્રીય પાર્સલ સામાન્ય રીતે પાંચથી દસ દિવસ લે છે. પરંતુ હવે,આ અમેરિકન કંપનીએ લોજિસ્ટિક્સની દુનિયામાં એક સંપૂર્ણપણે નવું અને ક્રાંતિકારી પગલું ભર્યું છે.તમારું પાર્સલ ફક્ત એક કલાકમાં વિશ્વના કોઈપણ ખૂણામાં પહોચાડી દેવાનો દાવો કરતાં ટેકનોલોજીની દુનિયામાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો:
Gujarat Politics: મોદીના ગઢ ગુજરાતની કમાન શું ફરી આનંદીબેન પટેલ સંભાળશે?, જુઓ વીડિયો
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?








