
Telangana house skeleton found: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં કેટલાક લોકો ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન બોલ એક યુવક ઘરમાં ઘૂસ્યો હતો. જે ઘર લગભગ 10 વર્ષથી ખંડેર પડ્યું હતુ. બોલ શોધવા માટે ઘરમાં પ્રવેશેલો યુવાન રસોડામાં પહોંચતાં જ રેતીમાં પડેલા એક હાડપિંજર જોઈને તેના હોશ ઉડી ગયા. તે ગભરાઈ ગયો. હાડપિંજર ખરાબ રીતે સડી ગયું હતું અને હાડકાંનો માત્ર એક ભાગ જ દેખાતો હતો.
હાડપિંજર પાસે વાસણો પડ્યા હતા
હાડપિંજરની આસપાસ ઘણા બધા વાસણો વિખરાયેલા હતા, જે દર્શાવે છે કે તે કદાચ રસોડું હતું. યુવકે તે જગ્યાનો વીડિયો બનાવ્યો, જે વાયરલ થયો. પાછળથી જાણવા મળ્યું કે આ હાડપિંજર આ ઘરના માલિક અમીર ખાનનું છે, જેનું 2015 માં અવસાન થયું હતું. અમીરના મૃત્યુ પછીતેના બાળકો અને સંબંધીઓએ તેના વિશે જાણવાનો તસ્દી લીધી ન હતી.
જાણો સમગ્ર ઘટના?
આ ઘટના હૈદરાબાદના નામપલ્લી વિસ્તારની છે. આ ખંડેર ઘર અમીર ખાનનું હતુ, જેમને 10બાળકો હતા. તેનો એક દીકરો તે ઘરમાં રહેતો હતો, જ્યારે બાકીના બાળકો બહાર રહે છે. એસીપી કિશન કુમારે જણાવ્યું હતું કે હાડપિંજર જોયા પછી શરૂઆતમાં એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે મૃતકની ઉંમર લગભગ 50 વર્ષની હશે. તેમને શંકા હતી કે તેનું ઘણા વર્ષો પહેલા થયું હશે કારણ કે હાડકાં પણ તૂટવા લાગ્યા હતા. મૃત્યુ કુદરતી હતું કારણ કે સંઘર્ષ કે લોહીના કોઈ ચિહ્નો નહોતા. તપાસ બાદ જાણવા મળ્યું કે આ હાડપિંજર અમીર ખાનનું હતું.
હાડપિંજર પાસેથી નોકિયા ફોન મળ્યો
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા પુરાવા પણ મળ્યા. પોલીસને હાડપિંજર પાસે એક જૂનો નોકિયા ફોન પણ મળ્યો. આ ઉપરાંત કેટલીક જૂની નોટો પણ પડી હતી. જે નોટબંધી પછી પ્રતિબંધિત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે અમીરના હાડપિંજર પાસે મળી આવેલા નોકિયા ફોનની બેટરી બંધ હતી. ચાર્જ કર્યા પછી જ્યારે ફોન ચાલુ કરવામાં આવ્યો ત્યારે જોવા મળ્યું કે ફોનમાં 84 મિસ્ડ કોલ્સ હતા, જે 2015 ના હતા. આવી સ્થિતિમાં શક્ય છે કે અમીરનું મૃત્યુ 2015 માં થયું હોય. જોકે મૃતકની ઓળખ સુનિશ્ચિત કરવા માટે પોલીસે તેના અવશેષોને ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે.
નાના ભાઈએ વીંટી અને ચડ્ડી ઓળખી કાઢી
એસીપીએ જણાવ્યું કે અમીરના નાના ભાઈ શાદાબે હાડપિંજરના અવશેષો પર મળેલી એક વીંટી અને શોર્ટ્સ ઓળખી કાઢ્યા. શાદાબ ઘરની આસપાસની દુકાનોમાંથી ભાડું વસૂલતો હતો. જો કે સવાલ એ થઈ રહ્યા છે કે આ ઘર આટલા વર્ષો સુધી બંધ કેમ રહ્યું?, 10 બાળકો હોય તો પરિવારે કંકાલ બનેલી વ્યક્તિને શોધખોળ નહીં કરી હોય?, તે તમામ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ