
પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહનો આજે જન્મ દિવસ છે. તેઓ ખેડૂતોના ઉદ્ધારક અને ખેડૂત નેતા તરીકે દેશમાં જાણીતા હતા. તેમની યાદમાં તેમનો જન્મદિવસ ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે. ખેડૂતોનો ઉદ્ધાર કરવા માટે તેમણે અનેક કાર્યો હાથ ધર્યા હતા. ત્યારે આજે ભાવનગરના મહુવામાં કિસાન દિવસની ઉજવણી કરી ખેડૂતોની માગણીઓ અંગે સરકાર સ્વીકારે તે માટે રજૂઆત કરાઈ હતી.
વાજ્યમંત્રી પિયુષ ગોયલને પત્ર લખવામાં આવ્યો હતો. ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાતના પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા (તરેડી)એ લખેલા પત્રમાં માગ કરી છે કે ડુગંળીના ગગડતાં ભાવથી ખેડૂતો પાયમાલ થઈ આપઘાત કરે તે પહેલાં સરકાર ૨૪ કલાકમાં સ્વીકારે તે માટે રજૂઆત કરાઈ. વર્ષ ૧૯૫૨થી આજ સુધી ડુંગળીની વિદેશોમાં નિકાસ થાય છે. જો કે પહેલાની સરકારમાં એક્સોપોર્ટ ડ્યુટી લેવાતી પણ ડુંગળીના ભાવ નીચા રહેતાં હતા. અગાઉની સરકારો નિકાસકારો, વેપારીઓ અને ખેડૂતોને સહાય આપવામાં ખજાનો ખુલ્લો મૂકતી હતી. જો કે છેલ્લા દવ વર્ષમાં હાલની ડુંગળીની એક્પોર્ટ ડ્યુટી ૬૦ ટકા સુધી લેવાઈ છે. તે રૂપિયા અબજો રુપિયા વગર મહેનતે સરકારના મળે છે. તે સંકટ સમયે ખેડુતોને આપવાના હોય છે પણ સરકાર આનાકાની કરી રહી તે આપી રહી ન ન હોવાના ખેડૂતો જણાવી રહ્યા છે.
જો ખેડૂતોને માગ નહીં સ્વીકારાય તો…
ખેડૂતોની માગ છે કે ઓછામાં ઓછા ભાવ આપવાના ફતવા બંધ કરો અને તમામ ખેતપેદાશોના ઉચ્ચત્તમ ભાવ આપવાનો નિર્ણય જાહેર કરો, વાણીજ્ય મંત્રાલયે દેશમાં ખાધ્ય ચિજોની છત અછત પર કંટ્રોલ રાખવાનો હોય છે પણ દેશમાં ૭૦ ટકા લોકો ખેડુત અને ખેતી પર જીવન નિર્વાહ કરે છે, તેની સુખાકારી પર સરકારે પ્રથમ અગ્રતા આપવાની જવાબદારી હોય છે તે ન ભુલવું જોઈએ તેથી સરકાર તમામ ખેતપેદાશોના ભાવ ડબ્બલ કરી આપે.
રાજકોટના સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાએ ગંભીર ટકોર કરી કે ખેડૂતોની તમામ શીંગ ટેકાના ભાવે સરકાર ખરીદે તેથી ખેડુતોની માંગણીઓ વ્યાજબી છે તે સરકાર વહેલીતકે સ્વીકારે તેમાં સરકારની ભલાઇ છે અન્યથા ગંભીર પ્રરીણામ ભોગવવાં પડશે.
સરકાર એકસ્પોર્ટ ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરે
હાલમાં ડુંગળીના ભાવ એકાએક ગગડવા તે સરકારના ગતકડાં છે તે દુર થાય સરકાર એકસ્પોર્ટ ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરે, ઉપરાંત એસ્પોટરોને તાકીદે ૨૦ % ટકા સહાય આપે,વિદેશમાં મોટાપ્રમાણમાં ડુંગળીની નિકાસ કરે, મહુવા-ભાવનગર-ગોડંલ વિગેરે સેન્ટરોને રેલ્વેના વેગેન વેપારીઓને સરકાર ફ્રી આપે તો ખેડૂતોને એક મણ ડુંગળીના એક હજાર રૂપિયા આશાનીથી મળી રહે તેમ છે આટલું કરવાથી સરકારનો ખજાનો ખાલી નથી થવાનો ઉલટાનો ઉભરાશે.
અને અગાવની સરકારો એક્પોર્ટો, વેપારીઓ અને ખેડુતોને સબસીડી અને સહાય ડુંગળીમા અગ્રતાના ધોરણે આપતી તેનું હાલની કેન્દ્ર અને રાજ્ય સરકાર મંથન કરે (૨) કપાસ અને શીંગ ખેડુતોને મજબુરીથી અડધા ભાવે વેચવો પડે છે તેથી કપાસ શીંગના ડબ્બલ ભાવ કરી આપો ખેડુતોને ખેતપેદાશોના ભાવ ડબ્બલ કરી દેવાથી સરકારનો ખજાનો ખાલી નથી થવાનો ઉલટાનો પાંચ ગણો વધારો થશે તેમ વાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડુત કલ્યાણ સંગઠન ગુજરાત, રાજેશભાઈ ભાનુભાઇ કોલડીયા મહુવા-જેસર પ્રમુખ જણાવી રહ્યા છે