
ધ ગુજરાત રિપોર્ટનો અહેવાલ ધ વાયર સુધી પહોંચ્યો; બીજેપી નેતાના ભ્રષ્ટાચારને પક્ષના નેતાએ જ કર્યા ઉજાગર
ધ ગુજરાત રિપોર્ટના સીનિયર પત્રકાર દિલીપ પટેલના એક અહેવાલને ધ વાયરે પોતાના પ્લેટફોર્મ ઉપર પ્રકાશિત કર્યું છે. આ આર્ટિકલમાં ગુજરાતના બીજેપી નેતાઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો થયા છે. આ આરોપો પણ પક્ષના જ પૂર્વ નેતા દ્વારા જ લગાવવામાં આવ્યા છે. તો આ ભ્રષ્ટાચારને ડામવા માટે કેન્દ્ર સુધી વાત પહોંચાડવા માટે પીએમ મોદી સુધી પત્ર લખવામાં આવ્યો છે. આ તમામ વાતનો ખુલાસો સીનિયર પત્રકાર દિલીપ પટેલ સાથેની વાતમાં પૂર્વ સાંસદ ભીખા ભાઈ કાળા ભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવી છે.
ધ વાયરમાં દિલીપ પટેલ દ્વારા લખવામાં આવેલો લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.. તે ઉપરાંત દિનુ બોઘા સોલંકી પર દિલીપ પટેલ દ્વારા કરેલા ઈન્ટરવ્યું નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકશો.
દિનુ બોઘા સોલંકીને લઈને ધ ગુજરાત રિપોર્ટે બહોળા પ્રમાણમાં કવરેજ કર્યું છે. અત્યાર સુધીમાં દિનુ બોઘા સોલંકી સામેના ક્વરેજમાં છ જેટલા રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યા છે. જે તમામની લિંકો તમને નીચે આપી દેવામાં આવી છે.