
જમવાનું ખૂટી પડતાં વર પક્ષ દુઃખી થયો
જાન લઈ પાછા જતાં રહેતાં પાલીસે પાછા બોલાવ્યા
પોલીસ મથકમાં જ લગ્ન કરાવ્યા
Surat news: સુરતમાં એક અજીબ ઘટના બની છે. વરાછા વિસ્તારમાં લગ્નમાં જમાવાનું ઘટી જતાં વરરાજા પક્ષે દિકરો પરણાવ્યા વગર પાછા જતાં રહ્યા હતા. જો કે કન્યા પક્ષે પોલીસને જાણ કરતાં જાનૈયાઓને અડધેથી પાછા બોલાવી કન્યાના પોલીસ મથકમાં જ લગ્ન કરાવ્યા હતા.
મળતી માહિતી અનુસાર સુરતમાં આવેલા વરાછા વિસ્તારમાં લક્ષ્મી નગરની વાડી ખાતે બિહારી પરિવારની દિકરીના લગ્ન હતા. જો કે લગ્નમાં જમવાનું ઘટવા બાબતે વરરાજા પક્ષે નારાજ થઈ ગયો હતો. લગ્નમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. બાદમાં કન્યા અને તેના પરિવારજનોએ જાન જોડીને આવેલા વર પક્ષને ઘણી આજીજીથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વર પક્ષ માન્યો ન હતો અને ચાલતી પકડી હતી. જો કે કન્યા પક્ષે આખરે વરાછા પોલીસ મથકે જાણ કરતાં વર પક્ષે જાન લઈને પાછા પરણવવા આવવું પડ્યું હતુ.
વરાછા પોલીસે વરરાજા લગ્ન માટે રાજી કરી સમજાવી કાઉન્સેલિંગ કરી કન્યા-વરરાજા એ પોલીસ સ્ટેશનમાં જ વાજતે ગાજતે પો પરણાવી કન્યાની વિદાઈ આપી હતી.
આ પણ વાંચોઃ Gambling In Chanasma: ચાણસ્મામાં ભાજપના નેતાના આશરાથી ચાલતું જુગારધામ ઝડપાયું, 33 શખ્સોની ધરપકડ, 7 ફરાર