
- ટેરર લિંકના કારણે જમ્મુ-કાશ્મીરના ત્રણ સરકારી કર્મચારી સસ્પેન્ડ
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ટેરર લિંકના કારણે જમ્મુ કાશ્મીરના 3 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધાં છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં જમ્મુ કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ ફિરદોસ ભટ્ટ પણ સામેલ છે, જે પોલીસમાં રહીને લશ્કર માટે કામ કરતો હતો.
મળી રહેલી માહિતી અનુસાર ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ એક પોલીસ કોન્સ્ટેબલ, એક શિક્ષક અને વન વિભાગના એક કર્મચારી સહિત 3 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. ત્રણેય કર્મચારી અલગ-અલગ આતંકવાદ સાથે જોડાયેલા મામલામાં જેલમાં કેદ છે. આ મોટી કાર્યવાહી ઉપરાજ્યપાલની અધ્યક્ષતામાં સુરક્ષા સમીક્ષા બેઠકના એક દિવસ બાદ કરવામાં આવી છે.
બેઠકમાં ઉપરાજ્યપાલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓ અને પડદાની પાછળ છુપાયેલા આતંકી તંત્રને નિષ્ક્રિય કરવા માટે આતંકવાદ વિરોધી અભિયાન તેજ કરવાનો આદેશ આપ્યો હતો. ઉપરાજ્યપાલે પણ કહ્યું હતું કે ‘આતંકવાદનું સમર્થન અને ફંડિગ કરનારને ખૂબ ભારે કિંમત ચૂકવવી પડશે.’
ગત 13 ફેબ્રુઆરીએ મનોજ સિન્હાએ કહ્યું હતું કે ‘આતંકવાદના દરેક ગુનેગાર અને સમર્થકને આની કિંમત ચૂકવવી પડશે. આપણે વિશ્વસનીય ગુપ્ત જાણકારીથી સજ્જ થવા અને આતંકવાદીઓને બેઅસર કરવા તથા નાગરિકોની સુરક્ષા નક્કી કરવા માટે વધુ પ્રભાવી રીતે કાર્ય કરવાની જરૂર છે.’
આ પણ વાંચો-ડિજિટલ એરેસ્ટ કરીને વિદેશ મંત્રાલયના પૂર્વ અધિકારીની પત્ની પાસેથી પડાવ્યા 1 કરોડ 42 લાખ રૂપિયા