
Banaskantha: આબુ રોડ-પાલનપુર હાઇવે પર ટ્રેલરમાં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રેલરમાં આ લગાી હતી. અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક રાત્રીના સમયે ટાયરો સુધી આગ પ્રસરી જતાં ટ્રેલર બળીને રાખ થઈ ગયું છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે ટ્રેલરના ચાલક અને ક્લિનરને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
મળતી માહિતી અનુસાર આજે રાત્રે રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રેલરમાં આ લગાી હતી. . ઈકબાલગઢ નજીક આબુરોડ-પાલનપુર હાઇવે આ આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતમાં આખું ટ્રેલર આગની ઝપેટમાં આવી ગયું હતુ. ઘટનાની જાણ થતાં જ અમરગઢ પોલીસ પહોંચી હતી. સાથે જ પાલનપુર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ શું ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ UCC લાગુ થશે? મુખ્યમંત્રીની બેઠકમાં નિર્ણય?