ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લગાવ્યો 25% ટેરિફ; ભારત પર શું અસર ?

  • ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લગાવ્યો 25% ટેરિફ; ભારત પર શું અસર ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% આયાત ડ્યુટી લાદવાનો આદેશ આપ્યો છે.

આ ટેરિફની જાહેરાત પછી અમેરિકામાં આ ધાતુઓની આયાતનો ખર્ચ વધશે. કેટલાક કેનેડિયન રાજકારણીઓની ચેતવણી છતાં ટ્રમ્પની જાહેરાત આવી છે.

નોંધનીય છે કે આ ધાતુઓ કેનેડાથી મોટી માત્રામાં અમેરિકા પહોંચે છે.

આ ઉપરાંત, આયાત પર નિર્ભર અમેરિકન વ્યવસાયોએ પણ આ પગલા પર ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ ટ્રમ્પે કહ્યું છે કે તેમની યોજનાઓ સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે.

તેમણે ચેતવણી આપી હતી કે વિશ્વના કોઈપણ દેશને આ આયાત ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે નહીં.

ટ્રમ્પની જાહેરાત પહેલા જ સોમવારે અમેરિકન સ્ટીલ ઉત્પાદકોના શેરના ભાવમાં વધારો થયો હતો. સ્ટીલ અને એલ્યુમિનિયમના ભાવમાં પણ વધારો થયો હતો.

2018માં તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 15% ટેરિફની જાહેરાત કરી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને મેક્સિકો સાથેની વાતચીત બાદ આને આખરે દૂર કરવામાં આવ્યા હતા.

અમેરિકા વિશ્વમાં સ્ટીલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. કેનેડા, બ્રાઝિલ અને મેક્સિકો તેના ટોચના ત્રણ સપ્લાયર દેશો છે.

ગયા વર્ષે યુ.એસ.માં આયાત કરાયેલા 50%થી વધુ એલ્યુમિનિયમ ફક્ત કેનેડાથી જ આવ્યું હતું.

ટ્રમ્પે રવિવારે જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ આ પગલાં લેવાના છે.

ટ્રમ્પની જાહેરાતથી કયા દેશો પ્રભાવિત થશે?

ટ્રમ્પ સ્ટીલ અને એલ્યૂમિનિયમ પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત પછી સૌથી વધારે અસર કેનેડા અને મેક્સિકો પર પડશે.

અમેરિકાને સ્ટીલ અથવા તેના ઉત્પાદક આયાત કરનારા ટોપ પાંચ દેશ કેનેડા, બ્રાઝીલ, મેક્સિકો, દક્ષિણ કોરિયા અને જાપાન છે.

અમેરિકન આયરન એન્ડ સ્ટીલ ઈન્સ્ટીટ્યુટ (એઆઈએસઆઈ) અનુસાર, વર્ષ 2024માં અમેરિકામાં સ્ટીલનું સૌથી વધારે આયાત કેનેડથી થાય છે. કેનેડા પછી બ્રાઝીલ, મેક્સિકો અને દક્ષિણ કોરિયાએ અમેરિકામાં સ્ટીલ નિકાસ કરી છે.

ઈન્ટરનેશનલ ટ્રેડ એડમિનિસ્ટ્રેશન અનુસાર, અમેરિકામાં એલ્યૂમિનિયમ ઉત્પાદકોનું પણ સૌથી વધારે આયાત કેનેડાથી થાય છે.

કેનેડાના સિવાય સંયુક્ત અરબ અમીરાત, ચીન, કોરિયા, બહેરીન, આર્જેન્ટિના, ભારત પણ અમેરિકાને એલ્યૂમિનિયમ ઉત્પાદન નિકાસ કરે છે.

પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ટ્ર્મ્પે કેનેડા, મેક્સિકો અને યૂરોપીયન સંઘ પર સ્ટીલ આયાત પર 25 ટકા અને એલ્યૂમિનિયમ આયાત પર દસ ટકા ટેરિફ લગાવ્યું હતું.

કેનેડાએ શું કહ્યું?

જોકે, એક વર્ષ પછી અમેરિકાએ કેનેડા અને મેક્સિકો સાથે તે ટેરિફને ખત્મ કરવાને લઈને એક કરાર કર્યો હતો. જોકે, યૂરોપીયન સંઘ પર આ ટેરિફ 2021 સુધી લાગું રહ્યું હતું.

ટ્રમ્પે ટેરિફ અંગે પોતાનો ઇરાદો પહેલાથી જ સ્પષ્ટ કરી દીધો હતો.

ટ્રમ્પના ઇરાદાઓ પર ટિપ્પણી કરતા કેનેડિયન ઉદ્યોગ પ્રધાન ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેને X પર લખ્યું: “કેનેડિયન સ્ટીલ અને એલ્યુમિનિયમ મુખ્ય યુએસ સંરક્ષણ, શિપબિલ્ડીંગ અને ઓટો ઉદ્યોગોને ટેકો આપે છે. અમે કેનેડા, અમારા કામદારો અને અમારા ઉદ્યોગો સાથે ઉભા છીએ.”

આ મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે કેનેડિયન અને મેક્સીકન ઉત્પાદનો પર 25% આયાત જકાત લાદવાની ધમકી આપી હતી, પરંતુ બાદમાં બંને દેશોના નેતાઓ સાથે વાત કર્યા પછી તે યોજના 30 દિવસ માટે મુલતવી રાખી હતી.

અમેરિકામાં આવતા તમામ ચીની માલ પર 10 ટકાની નવી અમેરિકન ડ્યુટી લાદવામાં આવી છે. આ પછી ચીને પણ અમેરિકાથી આયાત થતા માલ પર 10 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો.

કેનેડામાં તીવ્ર પ્રતિક્રિયા

કેનેડિયન નેતાઓ ટ્રમ્પના નવા ટેરિફ પ્લાનની આકરી ટીકા કરી રહ્યા છે, અને કહી રહ્યા છે કે તે સરહદની બંને બાજુ નોકરીઓનો નાશ કરશે.

“આજના સમાચાર સ્પષ્ટ કરે છે કે આવનારા સમય માટે અનિશ્ચિતતા ચાલુ રહેશે,” કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સના વડા કેન્ડેસ લિંગે જણાવ્યું હતું.

લેંગે એક નિવેદનમાં જણાવ્યું કે,”30 દિવસ માટે ટેરિફ મુલતવી રાખવાથી પહેલાથી જ અસ્થિર સ્થિતિમાં રહેલા વ્યવસાયો અને રોકાણકારો હવે સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગો પર ભારે અસર કરી રહ્યા છે, જે યુએસ અને કેનેડિયન અર્થતંત્ર બંનેની સહિયારી સફળતા માટે મહત્વપૂર્ણ છે,”

ઓન્ટારિયોની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ડગ ફોર્ડ, યુએસ રાષ્ટ્રપતિની ટીકા કરનારા પહેલા કેનેડિયન રાજકારણીઓમાંના એક હતા.

તેમણે લખ્યું કે આ ટેરિફ અમેરિકન વેપારને નુકસાન પહોંચાડશે. તેઓ કહે છે કે ભાવ વધશે અને અમેરિકન કામદારો તેમની નોકરી ગુમાવશે.

તેમણે X પર પોસ્ટ કરતા લખ્યું કે, “અમેરિકાની ખોટ, કેનેડાની ખોટ, ચીનનો ફાયદો.”

કેનેડા યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટીલનો મુખ્ય આયાતકાર છે, અને આ ઉદ્યોગ કેનેડાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંત ઓન્ટારિયોમાં કેન્દ્રિત છે.

ભારત પર તેની શું અસર પડી શકે છે?

ટ્રમ્પની જાહેરાત ભારતના સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગ પર પણ અસર કરશે.

અમેરિકા જે દેશોમાંથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત કરે છે તેમાં ભારત ભલે ટોચ પર ન હોય, પરંતુ ઇન્ટરનેશનલ ટ્રેડ એડમિનિસ્ટ્રેશન અનુસાર, અમેરિકાએ 2024માં ભારતમાંથી 2 લાખ મેટ્રિક ટનથી વધુ સ્ટીલ ઉત્પાદનોની આયાત કરી હતી.

તેની કિંમત 4 લાખ 71 હજાર ડોલરથી વધુ હતી.

અમેરિકાએ વર્ષ 2024 માં ભારતમાંથી 1 લાખ 60 હજાર મેટ્રિક ટનથી વધુ એલ્યુમિનિયમ ઉત્પાદનોની આયાત કરી હતી. તેની કિંમત 440 મિલિયન ડોલરથી વધુ હતી.

વેપાર નિષ્ણાત વિશ્વજીત ધર કહે છે કે ભારતની લોખંડ, સ્ટીલ અને એલ્યુમિનિયમની નિકાસમાં અમેરિકા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. તેઓ જણાવે છે કે ગયા વર્ષે ભારતની કુલ સ્ટીલ નિકાસમાંથી મોટાભાગનું સ્ટીલ અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યું હતું.

બિશ્વજીત ધર કહે છે, “ગયા વર્ષે ભારતની કુલ સ્ટીલ નિકાસના 28 ટકાથી વધુ નિકાસ અમેરિકામાં કરવામાં આવી હતી. ભારતમાંથી એલ્યુમિનિયમ નિકાસમાં અમેરિકા બીજા ક્રમે હતું. ગયા વર્ષે ભારતે તેની કુલ એલ્યુમિનિયમ નિકાસના લગભગ 14 ટકા નિકાસ અમેરિકામાં કરી હતી.”

ધર માને છે કે ટેરિફ લાદવાથી ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગોને નુકસાન થશે.

ટ્રમ્પની આર્થિક નીતિનો એક મહત્વપૂર્ણ ભાગ ટેરિફ છે. તેઓ આને યુએસ અર્થતંત્રને વધારવા, નોકરીઓનું રક્ષણ કરવા અને કર આવક વધારવાના માર્ગ તરીકે જુએ છે.

નરેન્દ્ર તનેજાના મતે, “ટ્રમ્પ અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માંગે છે. આ માટે વિદેશથી આવતી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવો જરૂરી બની જાય છે.”

નરેન્દ્ર તનેજા કહે છે કે આ કરવાનો એક જ રસ્તો છે, તે છે ટેરિફ લાદવો અથવા વધારવો.

શું ઓસ્ટ્રેલિયાને મુક્તિ મળશે?

એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે શું ઓસ્ટ્રેલિયાને સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફમાં છૂટ મળશે?

ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા સાથે અમેરિકાનો વેપાર સરપ્લસ છે તેથી તેઓ છૂટ આપવાનું વિચારી રહ્યા છે.

ટ્રમ્પે કહ્યું- “કારણ એ છે કે તેઓ અમારી પાસેથી ઘણા બધા વિમાન ખરીદે છે,”

તેમનું કહેવું છે કે તેમણે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાનને કહ્યું છે કે તેઓ આ અંગે વિચાર કરી રહ્યા છે.

અગાઉ, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે પત્રકારોને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેના તેમના ફોન કોલ વિશે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે વાતચીત દરમિયાન તેમણે ટેરિફ અંગે ચિંતા વ્યક્ત કરી અને સૂચવ્યું કે ઓસ્ટ્રેલિયાને તેમાંથી મુક્તિ આપી શકાય છે.

અલ્બેનીઝે કહ્યું-“અમેરિકન રાષ્ટ્રપતિ સંમત થયા કે બંને દેશોના હિતમાં છૂટછાટ પર વિચારણા કરવામાં આવી રહી છે”

‘સનમ તેરી કસમ’ 9 વર્ષ બાદ ફરી રિલિઝ, પાકિસ્તાની અભિનેત્રી આ વખતે ચમકી!

 

‘સનમ તેરી કસમ’ 9 વર્ષ બાદ ફરી રિલિઝ, પાકિસ્તાની અભિનેત્રી આ વખતે ચમકી!

 

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

  • August 8, 2025
  • 3 views
Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

  • August 8, 2025
  • 6 views
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ?  વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

Delhi Tubata Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી! સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

  • August 8, 2025
  • 10 views
Delhi Tubata  Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી!  સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

  • August 8, 2025
  • 13 views
Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

Jhansi: CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

  • August 8, 2025
  • 34 views
Jhansi:  CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ

  • August 8, 2025
  • 12 views
Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ