
Oil Companies Ban: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન આવ્યું ત્યારથી ભારત સામે ખટપટ થઈ રહી છે. ટ્રમ્પે વહેલી તકે મોટા પગલા લેવાનું ચાલું કર્યું છે. ત્યારે હવે અમેરિકાએ 4 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે. એવો આરોપ છે કે આ કંપનીઓ ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં સામેલ છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે સોમવારે આ જાહેરાત કરી હતી. આ પગલું તેહરાનના તેલ વેપાર સામે વોશિંગ્ટનના દબાણ અભિયાનનો એક ભાગ છે.
આ કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો?
અમેરિકાએ જે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં ઓસ્ટેનશીપ મેનેજમેન્ટ પ્રા. લિ. (નોઈડા), બીએસએમ મરીન લિમિટેડ (ગુરુગ્રામ),
કોસ્મોસ લાઇન્સ (તંજાવુર) અને ફ્લક્સ મેરીટાઇમ (નવી મુંબઈ)નો સમાવેશ થાય છે. આ કંપનીઓ પર ઈરાનના પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહનમાં મદદ કરવાનો આરોપ છે. તેથી આ કંપનીઓ પર યુએસ કાયદા હેઠળ પ્રતિબંધો લગાવ્યા છે. મતલબ હવે ચાર કંપનીઓ અમેરિકામાં નિકાસ-આયાત નહીં કરી શકે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સુરક્ષા મેમોરેન્ડમ જારી કર્યું હતુ. આમાં, અધિકારીઓને મધ્ય પૂર્વીય દેશ પર દબાણ વધારવાની સૂચના આપવામાં આવી હતી. ઈરાનની તેલ નિકાસને લક્ષ્ય બનાવીને પ્રતિબંધોનો આ બીજો તબક્કો છે.
આ પણ વાંચોઃ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આ વર્ષે લગ્ન કરશે? કર્યો ખુલાસો! |Dhirendra Shastri
આ પણ વાંચોઃ Kheda Crime: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના PI એચ.વી. સિસારા સસ્પેન્ડ, તેમના જ વિસ્તરામાંથી દારુ ન ઝડપી શક્યા