
Trump tariffs: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન માલ પર વધારાના 10% ટેરિફની જાહેરાત કરી છે.રોનાલ્ડ રીગનના ભાષણની વિવાદાસ્પદ જાહેરાત સામે આવ્યા બાદ નારાજ થઈ ગયેલા ટ્રમ્પે તત્કાળ કેનેડિયન માલ પર વધારાનો ટેરિફ લગાવી દીધો છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કેનેડાથી આયાત થતા ઉત્પાદનો પર 10% વધારાના ટેરિફની જાહેરાત કરી છે જે તાત્કાલિક અમલમાં આવશે. ટ્રમ્પનો આ નિર્ણય તાજેતરમાં કેનેડા સાથે ચાલી રહેલી તમામ વેપાર વાટાઘાટો સમાપ્ત કર્યા પછી આવ્યો છે.
આ નવો વિવાદ કેનેડિયન રાજકીય જાહેરાત દ્વારા ઉભો થયો હતો જેમાં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ રોનાલ્ડ રીગન દ્વારા 1987 માં રેડિયો ભાષણના અંશોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં, ટ્રમ્પે કેનેડા પર છેતરપિંડી અને ખોટી રીતે રજૂઆત કરવાનો આરોપ લગાવ્યો છે,તેમણે કહ્યું કે ઓન્ટારિયો સરકારે યુએસ નીતિઓને બદનામ કરવા માટે રીગનના શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે.
ટ્રમ્પે લખ્યું, “કેનેડાએ ગંભીર ભૂલ કરી છે, તેથી હું વધારાના ટેરિફ લાદી રહ્યો છું.”
રોનાલ્ડ રીગન પ્રેસિડેન્શિયલ ફાઉન્ડેશને આ જાહેરાતની નિંદા કરતા કહ્યું કે તેમાં પરવાનગી વિના રીગનના ભાષણના અંશોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સંદેશને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે, ફાઉન્ડેશને જણાવ્યું હતું કે રીગનનું નિવેદન સામાન્ય વેપાર નીતિ વિશે હતું, કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે નહીં.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે પહેલાથી જ કેનેડિયન નિકાસ પર 25% અને ઉર્જા ઉત્પાદનો પર 10% ટેરિફ લાદી દીધો છે. તેના જવાબમાં, કેનેડાએ પણ અમેરિકન માલ પર ટેરિફ લાદ્યો, જેમાં નારંગીનો રસ, વાઇન, કોફી, વસ્ત્રો અને સ્ટીલનો સમાવેશ થાય છે. નવો 10% ટેરિફ બંને દેશો વચ્ચેના હાલના તણાવને વધુ વધારશે.
કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ તાજેતરમાં જણાવ્યું હતું કે કેનેડા અમેરિકા સાથે વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા તૈયાર છે, પરંતુ ટ્રમ્પનું તાજેતરનું પગલું તે પ્રગતિમાં અવરોધ ઊભો કરી શકે છે. નિષ્ણાતો માને છે કે જો ટેરિફ નીતિ ચાલુ રહેશે, તો તે બંને દેશોની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર કરી શકે છે.
આ પણ વાંચો:
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?









