શાંતિમંત્રણા કરવા બેસેલા ટ્રમ્પે અચાનક પકડી ગરમી; અશાંતિ ફેલાઈ ગઈ

  • World
  • March 1, 2025
  • 0 Comments

શાંતિમંત્રણા કરવા બેસેલા ટ્રમ્પે અચાનક પકડી ગરમી; અશાંતિ ફેલાઈ ગઈ

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ હતી, ત્યારે અમેરિકાએ બધી જ યુક્રેનને મદદ કરવાની વાત કરી હતી. જોકે, હવે આ મદદના બદલામાં ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેનના જમીનના અંદર રહેલા ખનીજ ભંડારો લેવાની વાત કરી રહ્યા છે. એક સમય હતો કે, જ્યારે યુક્રેનને યુદ્ધ ભૂમિમાં ઉભો કરવા માટે અમેરિકાએ મોટી ભૂમિકા ભજવી હતી. તો હવે અમેરિકા કહી રહ્યું છે કે, અમે તમને મદદ કરી એટલે તમે જીવિત છો. તેથી અમારી મદદના બદલામાં તમારા દેશની જમીનમાં રહેલા ખનીજના ભંડાર અમારા માટે ખુલ્લા મૂકી દેવા જોઈએ.

દુનિયાના દેશો પોતાનો સ્વાર્થ સાધવા બીજા દેશોને કેવી રીતે હાથા બનાવે છે, તેનો સૌથી મોટું ઉદાહરણ ગઈકાલે વિશ્વ સામે લાઈવ થયું હતું. જ્યાં યુક્રેન નામના દેશનો બે મહારથી દેશો દ્વારા કેવો ઉપયોગ કરવામાં આવ્યો તે દેખી શકાયું હતું. જગત જમાદાર બનેલા રહેવા માટે અમેરિકાએ વર્ષોથી અનેક દેશોને હાથા બનાવીને તેમનો ઉપયોગ કર્યો છે. તેમાં ખાસ કરીને મુસ્લિમ દેશોની યાદી ખુબ જ લાંબી છે. આતંકવાદ જેવા દૂષણનો જન્મ પણ કંઈક આવી રાજરમત પછી જ થયો છે.

શુક્રવારે વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, આ પહેલા ટ્રમ્પે ઝેલેન્સકીના ડ્રેસિંગ સેન્સની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે આજે તમે સારા પોશાક પહેર્યા છે. આ સાથે ઝેલેન્સકીએ આ બેઠકમાં ખનિજ સોદાના બદલામાં સુરક્ષા ગેરંટીની માંગ કરી હતી. આ અંગે ટ્રમ્પે કહ્યું છે કે અમે અમારી સુવિધા મુજબ ખનિજોનો ઉપયોગ કરીશું. જ્યારે ઝેલેન્સકીએ રશિયા પર સવાલ ઉઠાવ્યા ત્યારે ટ્રમ્પ ચૂપ રહ્યા હતા.

આ દરમિયાન યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ટ્રમ્પને રશિયન રાષ્ટ્રપતિ પુતિને તોડેલા વાયદાઓ અંગે ચેતવણી આપી હતી. ગરમાગરમ ચર્ચા પછી ટ્રમ્પે ઝેલેન્સકીને કહ્યું કે જ્યારે તેઓ શાંતિ માટે તૈયાર હોય ત્યારે પાછા આવવું જોઈએ. જાણો કેવી રીતે બંને નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થયું.

રશિયા યુક્રેન યુદ્ધવિરામ શાંતિમંત્રણા

અસલમાં મીડિયા સામે ખનિજ સોદાની ચર્ચા કરતા પહેલા યુએસ પ્રમુખ ટ્રમ્પ, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે વાતચીત ચાલી રહી હતી, જ્યાં ટ્રમ્પ યુદ્ધને ટૂંક સમયમાં બંધ કરવાનો આગ્રહ રાખી રહ્યા હતા. આ દરમિયાન ઝેલેન્સકીએ કહ્યું કે પુતિન ઘણીવાર પોતાના શબ્દોથી પાછળ હટી જાય છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઝેલેન્સકી પર ગુસ્સે થયા

આ દરમિયાન યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું, શું તમને લાગે છે કે અમેરિકાના ઓવલ ઓફિસમાં આવીને તમારા દેશના વિનાશને રોકવા માટે દરેક રીતે પ્રયાસ કરી રહેલા વહીવટ પર હુમલો કરવો એ સન્માનજનક છે? વાન્સના પ્રશ્ન પર ઝેલેન્સકીએ કહ્યું કે યુદ્ધ દરમિયાન દરેકને સમસ્યાઓ હોય છે, તમને પણ, પરંતુ તમે તેને અત્યારે અનુભવી રહ્યા નથી, જોકે તમે ભવિષ્યમાં તે અનુભવશો. ઝેલેન્સકીના આ નિવેદન પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગુસ્સે થયા.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઝેલેન્સકીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, અમે શું અનુભવી રહ્યા છીએ, તે અમને ન જણાવો. તમે તે નક્કી કરવાની સ્થિતિમાં નથી. અમે એક મોટી સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટ્રમ્પે કહ્યું કે તમે અત્યારે બહુ સારી સ્થિતિમાં નથી અને તમારી પાસે કોઈ તક નથી. પણ તમને ખ્યાલ પણ નથી કે તમે પત્તા રમી રહ્યા છો. ટ્રમ્પે કહ્યું કે લાખો લોકોના જીવન સાથે જુગાર ન રમો. આના કારણે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો વધી રહ્યો છે.

તેમણે ઝેલેન્સકીને કહ્યું કે તમે જે કરી રહ્યા છો તે અમેરિકાનું અપમાન છે. ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે તમે મોટી મુશ્કેલીમાં છો. પરંતુ અમારા કારણે તમારી પાસે આમાંથી સુરક્ષિત રીતે બહાર આવવાની મોટી તક છે.

અમે ન હોત તો બે અઠવાડિયામાં થઈ થઈ ગયું હોત યુદ્ધ : ટ્રમ્પ

આ દરમિયાન યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટ્રમ્પને કહ્યું કે યુદ્ધની શરૂઆતથી જ અમે અમારા દેશમાં મજબૂતીથી ઉભા છીએ. આના પર ટ્રમ્પે કહ્યું કે અમે તમને 350 અબજ ડોલર અને લશ્કરી સાધનો આપ્યા. પણ જો તમારી પાસે અમારા લશ્કરી સાધનો ન હોત તો તેમને આપણી સેનાનો ઉપયોગ કરવો પડ્યો હોત અને આ યુદ્ધ બે અઠવાડિયામાં સમાપ્ત થઈ ગયું હોત.

આ અંગે ઝેલેન્સકીએ કહ્યું કે મેં પુતિન પાસેથી ત્રણ દિવસમાં સાંભળ્યું હતું. બે અઠવાડિયા કેવી રીતે થઈ ગયા? આ પછી, ટ્રમ્પે વાતચીતનો અંત લાવતા કહ્યું કે આ રીતે વાત કરવી ખૂબ મુશ્કેલ હશે. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે કહ્યું કે તમારે અમેરિકન મીડિયા સામે લડવાનો પ્રયાસ ન કરવો જોઈએ, ખાસ કરીને જ્યારે તમે પોતે ખોટા હોવ. આ ગરમાગરમ ચર્ચા પછી વાતચીતનો અંત આવ્યો હતો.

આ પણ વાંચો- મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં જેલેન્સ્કીને ધમકાવ્યા; આજથી PM મોદી ગુજરાતની મુલાકાતે- સ્થાનિક રોજગાર ઉપર ચર્ચા

 

Related Posts

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો
  • August 7, 2025

Kinmemai Premium Rice : એક રિપોર્ટ મુજબ કિન્મેઈ પ્રીમિયમ નામના જાપાનના ચોખા વિશ્વના સૌથી મોંઘા ચોખા છે. સામાન્ય રીતે સારા અને પ્રીમિયમ ગુણવત્તાવાળા ચોખાની કિંમત 100-200 રૂપિયા પ્રતિ કિલો હોઈ…

Continue reading
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?
  • August 7, 2025

Technology: ચીન, જર્મની જેવા દેશો સતત ટેક્નોલોજીની દુનિયામાં આગળ વધી રહ્યા છે. રોજે રોજ નવા નવા પ્રયોગો કરે છે અને વૈજ્ઞાનિક સિધ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. જ્યારે ભારતના યુવાનો સૈયારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 3 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 4 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 9 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 13 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 19 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 39 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના