2 એપ્રિલથી ભારત પર લગાવશે ટ્રેરિફ; ટ્રમ્પની જાહેરાત પછી શેરમાર્કેટ પર બધાની નજર

  • World
  • March 5, 2025
  • 1 Comments
  • ટ્રમ્પનું યુએસ સંસદમાં ભાષણ: કહ્યું- અમે 43 દિવસમાં તે કરી બતાવ્યું જે બિડેન 4 વર્ષમાં ન કરી શક્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સંસદ (કોંગ્રેસ) ના સંયુક્ત સત્રને સંબોધિત કરવાનું શરૂ કર્યું છે. તેમણે પોતાનું પહેલું ભાષણ ‘અમેરિકા ઇઝ બેક’ થી શરૂ કર્યું, એટલે કે અમેરિકાનો યુગ પાછો આવી ગયો છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે 43 દિવસમાં જે કર્યું છે તે ઘણી સરકારો તેમના 4 કે 8 વર્ષના કાર્યકાળમાં કરી શકી નથી. તે ઉપરાંત તેમણે પરસ્પર ટેરિફ વિશે વાત કરતાં જણાવ્યું હતુ કે, જે દેશો વધારે ટેરિફ લગાવે છે તેમના ઉપર આપણે તેટલું જ ટેરિફ લગાવીશું. આ દરમિયાન તેમમે જાહેરાત કરતાં જણાવ્યું કે,  આપણે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત પર પારસ્પરિક કર લાદશું.

ટ્રમ્પે પોતાના ભાષણમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને અમેરિકન ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા. તેમણે કહ્યું કે બિડેનના નિર્ણયને કારણે લાખો ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશવાની તક મળી.

  • અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે કેનેડા, મેક્સિકો, ભારત અને દક્ષિણ કોરિયા ઘણા બધા ટેરિફ લગાવે છે. આપણે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત પર પારસ્પરિક કર લાદશું.
  • ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારી પાસેથી વસૂલવામાં આવેલા પૈસા પાછા મેળવીને દેશની મોંઘવારી પર નિયંત્રણ લાવવામાં આવશે. હું હજુ પણ બિડેનની નિષ્ફળ નીતિઓને સુધારવા પર કામ કરી રહ્યો છું.
  •  અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાષણ દરમિયાન ડેમોક્રેટિક સાંસદ અલ ગ્રીનને સંસદમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો. રાષ્ટ્રપતિના ભાષણમાં ખલેલ પહોંચાડવા બદલ તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.
  • ટ્રમ્પે કહ્યું કે હવે ફક્ત બે જ લિંગ રહેશે – પુરુષ અને સ્ત્રી. મેં પુરુષોને મહિલાઓની રમતો રમવા પર પ્રતિબંધ મૂક્યો છે.
  • યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ પોતાના સંબોધનમાં વાણી સ્વતંત્રતા વિશે વાત કરી. ટ્રમ્પે કહ્યું કે મેં થોડા દિવસ પહેલા અંગ્રેજીને એકમાત્ર સત્તાવાર ભાષા બનાવી છે. ગલ્ફ ઓફ મેક્સિકો હવે ગલ્ફ ઓફ અમેરિકા થઈ ગયું છે.
  • અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે દરેક નવા નિર્ણય પર 100 જૂના નિર્ણયો રદ કરવામાં આવશે.
  • ટ્રમ્પે કહ્યું કે આ મોટા સપના અને બોલ્ડ એક્શનનો સમય છે. DOGE આમાં ખૂબ સારું કામ કરી રહ્યું છે. અમે હાસ્યાસ્પદ નીતિઓ નાબૂદ કરી છે. ભ્રષ્ટ આરોગ્ય નીતિઓ પણ નાબૂદ કરવામાં આવી છે. બિડેને સરકારની તે નીતિઓનો તાત્કાલિક પ્રભાવથી અંત લાવી દીધો છે જે દેશને લાભદાયક ન હતી.
  • ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો વેગ પાછો આવી ગયો છે. આપણો આત્મા પાછો આવ્યો છે. અમારું ગૌરવ પાછું આવ્યું છે. અમારો આત્મવિશ્વાસ પાછો આવ્યો છે અને હવે અમેરિકન લોકો તેમના સપના પૂરા કરી શકશે.
  • સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે કહ્યું કે અમે ફક્ત 43 દિવસમાં તે કરી બતાવ્યું છે જે અગાઉની સરકારો ચાર વર્ષમાં પણ ન કરી શકી.

ટ્રમ્પનું ભાષણ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે યુએસ સરકાર રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં સંઘર્ષને સમાપ્ત કરવા અને સંઘીય સરકારમાં ફેરફારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરતાં કહ્યું કે અમારાથી જે જે લોકો આજ સુધી પૈસા લેતા આવ્યા છે તેમનાથી હવે વસૂલી કરવાનો ટાઈમ આવી ગયો છે. અમે એ પૈસા વસૂલ કરીશું અને અમેરિકામાં મોંઘવારીને કાબૂમાં લાવીશું. અત્યાર સુધી હું બાઈડેનની ખરાબ નીતિઓની અસરથી દેશને બહાર લાવવા પ્રયાસ કરી રહ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં પ્રમુખ બનતાની સાથે જ અનેક મોટા નિર્ણયો લીધા. સંઘીય ભરતી, નવી ફેડરલ પોલિસી અને અમેરિકાની નુકસાનકારક વિદેશી નીતિઓ રદ કરી નાખી. ગ્રીન ન્યૂ સ્કેમ મુર્ખામીભર્યો હતો અને મેં તેનો અંત લાવ્યો. અમેરિકા માટે પેરિસ ક્લાઈમેટ કરાર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ને અમેરિકા વિરોધી સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પંચમાંથી હાથ પાછા ખેંચી લીધા. તેમણે કહ્યું કે અમે જૂની સરકારો દ્વારા લાવવામાં આવેલા ઈવી વાહનોને લગતા નિયમ રદ કરી દીધા છે.

 અમેરિકન પ્રમુખના ભાષણ વચ્ચે હોબાળો કરતા AI Green ને સંસદ બહાર કરી દેવાયા હતા. તેમણે સંબોધન વચ્ચે અવરોધ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો.


આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે….

આ પણ વાંચો- ICC ચેમ્પિયન ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં બીજો મોટો બોમ્બ વિસ્ફોટ; 9 લોકોના મોત

Related Posts

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો
  • August 7, 2025

Kinmemai Premium Rice : એક રિપોર્ટ મુજબ કિન્મેઈ પ્રીમિયમ નામના જાપાનના ચોખા વિશ્વના સૌથી મોંઘા ચોખા છે. સામાન્ય રીતે સારા અને પ્રીમિયમ ગુણવત્તાવાળા ચોખાની કિંમત 100-200 રૂપિયા પ્રતિ કિલો હોઈ…

Continue reading
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?
  • August 7, 2025

Technology: ચીન, જર્મની જેવા દેશો સતત ટેક્નોલોજીની દુનિયામાં આગળ વધી રહ્યા છે. રોજે રોજ નવા નવા પ્રયોગો કરે છે અને વૈજ્ઞાનિક સિધ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. જ્યારે ભારતના યુવાનો સૈયારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 3 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 11 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 10 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 16 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 15 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…