Trump’s tariff policy: ટ્રમ્પની નીતિ ‘બળિયાના બે ભાગ’ જેવી, ભારત માટે જાહેર ટેરિફ, ચીનને અડપલું કેમ નહીં?

અહેવાલ: ડૉ. જયનારાયણ વ્યાસ

Trump’s tariff policy: ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના પ્રમુખ તરીકેનો હોદ્દો જાન્યુઆરી, 2025 માં ગ્રહણ કરાયા બાદ એ એક યા બીજા પ્રકારના વિવાદોમાં ફંગોળાતા રહ્યા છે. અમેરિકામાં પ્રમુખ માટેનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે એટલે ટ્રમ્પ 2029માં વિદાય લેશે. યોગાનુયોગ એવું બને છે કે, ભારતીય સંસદની અવધિ પણ 2029 માં પૂરી થશે. આમ, જો કશું અણધાર્યું ના બને તો અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો કાર્યકાળ ત્યાં સુધી બરાબર સમાંતર રીતે ચાલશે. જોકે ભારતમાં નરેન્દ્ર મોદી દ્વારા જ જે પ્રણાલિ ઊભી કરવામાં આવી છે તે મુજબ 75 વર્ષ બાદ રાજકીય હોદ્દા પરથી નિવૃત્તિ લઈ સંસદ તેમજ સંગઠન બધા હોદ્દા છોડી માર્ગદર્શક મંડળમાં જોડાવું જોઈએ. આ નીતિનો જો અમલ કરવામાં આવે તો ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાની 17 મી તારીખે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનપદેથી નિવૃત્ત થઈ માર્ગદર્શક મંડળમાં સ્થાન લેવું જોઈએ. જોકે મોદી આટલી સરળતાથી આ પ્રણાલી લાગુ પડવા દે તેવું દેખાતું નથી અને એટલે કમસે કમ 2029 સુધી કાંઈ અણધાર્યું ન બને તો ભારતના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી પણ ચાલુ રહેશે એવી ધારણા મૂકવામાં આવે છે. આ વિચારને કેન્દ્રસ્થાને મૂકીએ તો ટ્રમ્પ અને મોદી વચ્ચે કેટલાક સમયથી ઊભો થયેલ વૈમનસ્યપૂર્ણ વ્યવહાર લાંબો ચાલે તો ભારતીય અર્થતંત્રને પણ ઉઝરડા પાડી શકે તેમ છે.

પહેલા વાત કરીએ અમેરિકન અર્થવ્યવસ્થાની. વૈશ્વિક અર્થતંત્રમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ દેશની વૈશ્વિક વ્યાપારમાં વિશાળ ભૂમિકા રહી છે. તે કાચા માલથી લઈને ઉચ્ચ ટેક્નોલૉજી ધરાવતાં ઉત્પાદનો તેમજ સેવાઓ વિશ્વબજા૨માં મૂકે છે. આપણે આજે વૈશ્વિકરણના યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે અમેરિકન બિઝનેસ મૉડેલ ઘણા બધા દેશોએ અપનાવ્યું છે એ વાત પણ એટલી જ અગત્યની છે. વ્યાપાર-ધંધાને લાગેવળગે છે ત્યાં સુધી અમેરિકા ભારત સહિત દરેક દેશ સાથેના વ્યાપારને મહત્ત્વ આપે છે. ટ્રમ્પે સત્તાનાં સૂત્રો ગ્રહણ કર્યા બાદ ઘણી વખત તો મનઘડંત લાગે તેવા કારણસર આડેધડ તેણે અમેરિકામાં આયાત થતા માલસામાન તેમજ સેવાઓ ઉપર ટેરિફનું હથિયાર ઉગામ્યું છે. ક્યાંક એની વાત અમેરિકાના ઘરઆંગણાના ઉદ્યોગોને રક્ષણ તેમજ પ્રોત્સાહન આપતી ‘બી અમેરિકન, બાય અમેરિકન’ની નીતિ છે તો ક્યાંક મેક્સિકો તેમજ કેનેડા જેવા દેશો પોતાની અમેરિકા સાથે જોડાયેલી સરહદોથી અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકોની ઘૂસણખોરી નથી અટકાવતા તે છે, તો ક્યાંક ભારત જેવા દેશ માટે અમેરિકા સાથેનું નકારાત્મક વ્યાપાર સમતોલન કારણભૂત ગણાવે છે. બીજી બાજુ અમેરિકાના કૃષિ તેમજ વપરાશી માલસામાન જેવાં કેટલાંક ક્ષેત્રો ભારતમાં આવકાર્ય નથી તેમજ ટ્રમ્પના મત મુજબ ભારત દુનિયાનો એક એવો દેશ છે કે જે પોતાના ઘરઆંગણાના વપરાશ માટે થતી આયાતો ઉપર ભારેથી માંડી અતિ ભારે આયાત ડ્યૂટી નાખે છે.

આમ, અમેરિકાનું ભારત સાથેનું ટ્રેડ બેલેન્સ અને ભારતની ઘરઆંગણાના ઉત્પાદકો માટે સંરક્ષણની નીતિ તેમજ ઊંચો આયાત-જકાત દર અમેરિકાના મતે ભારતીય માલ-સામાનની અમેરિકામાં થતી આયાત ઉપર ઊંચી આયાત-જકાત (ટેરિફ) માટેનું સબળ કારણ છે. આટલું જેમ અપૂરતું હોય તેમ યુરોપિયન દેશોએ રશિયામાંથી ક્રૂડ આયાત કરવા ઉપર પ્રતિબંધો લાદ્યા છે. ભારત પોતાનું 40 ટકા ક્રૂડ છેલ્લા કેટલાક સમયથી રશિયા પાસેથી આયાત કરે છે. રશિયા તેલની નિકાસ દ્વારા જે રૂપિયા કમાય છે, એનો ઉપયોગ યુક્રેન યુદ્ધમાં નરસંહાર કરવા માટે રશિયા કરે છે એટલે રશિયામાંથી ક્રૂડ ઑઇલ આયાત કરવા ઉપર યુરોપિયન દેશના પ્રતિબંધોને અમેરિકાએ પણ સમર્થન આપ્યું. ભારત ઉપર 25 ટકા આયાત જકાત તેમજ રશિયન ક્રૂડ અને અન્ય માલસામાનની આયાત કરવા બદલ દંડ વસૂલ કરવાની જાહેરાત અમેરિકાએ કરી છે.

આમ, ભારતીય માલસામાન અમેરિકાના બજારમાં અત્યંત મોંઘો પડે તેવી પૂર્વભૂમિકા રચાઈ ચૂકી છે. અમેરિકા વિવિધ દેશોમાંથી મોટાપાયે પોતાને જરૂરી માલસામાન તેમજ સેવાઓની આયાત કરતો દેશ છે. એક સમયે તે ભારતનો મોટામાં મોટો ટ્રેડ પાર્ટનર એટલે કે વ્યાપાર ભાગીદાર હતો. આજે ચીન ભારતનું મોટામાં મોટું ટ્રેડ પાર્ટનર છે અને અમેરિકા બીજા નંબરે છે.

આ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત એ છે કે, અમેરિકા સાથેના વ્યાપારમાં આપણી અમેરિકાને નિકાસ અને અમેરિકામાંથી આયાત વચ્ચે હકારાત્મક ટ્રેડ બેલેન્સ રહેતું, જે 40 અબજ ડૉલર કરતાં ઉપર હતું. ચીનના કિસ્સામાં ચીનમાંથી થતી આયાત સામે ભારતની ચીનને નિકાસ ઘણી ઓછી છે એટલે વ્યાપારખાધ અથવા નેગેટિવ ટ્રેડ બેલેન્સ રહે છે. ભારત ચીનને જે નિકાસ કરે છે, તે ઓછી છે તે સામે ચીનમાંથી થતી આયાત 100 અબજ ડૉલર કરતાં વધારે છે એટલે ચીન સાથેનું ભારતનું ટ્રેડ બેલેન્સ 70 અબજ ડૉલરથી વધારે નકારાત્મક એટલે કે વ્યાપારખાધવાળું છે. આમ, અમેરિકા સાથેનો વ્યાપાર ઘટે તો ભારતને નુકસાનકારક છે, જ્યારે વિદેશી હૂંડિયામણની કમાણીની દૃષ્ટિએ ચીન સાથેનો વ્યાપાર જેમ જેમ વધે તેમ તેમ વધતી જતી વ્યાપારખાધને કારણે એ નુકસાનકારક છે. આ ફરક અમેરિકાનું ટેરિફ બાબતેનું વલણ સમજતાં આપણે ધ્યાને લેવો જ રહ્યું.

ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકાની વ્યાપારનીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનું, ઘરઆંગણે રોજગારીની નવી તકો સર્જવાનું, અમેરિકન નાગરિકો માટે મોંઘવારી રોકવાનું તેમજ ‘બી અમેરિકન, બાય અમેરિકન’ની નીતિને પ્રોત્સાહન આપવાનું છે. આ કારણોસ૨ ટ્રમ્પની વ્યાપારીક નીતિઓ ઘણી વખત રાષ્ટ્રવાદી એટલે કે, ઘરઆંગણાના ઉત્પાદનો માટે સંરક્ષણાત્મક અને મુક્ત વ્યાપારી વલણ એટલે કે, ખુલ્લી બજાર નીતિ વચ્ચે ક્યાંકને ક્યાંક ફંગોળાતી રહેવાની છે.

અમેરિકાનો વ્યાપાર વધે અને વ્યાપારખાધ ઘટે એ ટ્રમ્પની વ્યાપારીનીતિનો મહત્ત્વનો પાયો છે, એની સાથોસાથ ડીડૉલરાઇઝેશન એટલે કે વિશ્વમાં ડૉલરના ઘટતા જતા પ્રભુત્વને રોકવા માટે જે દેશો બ્રિક્સ કરન્સીને પ્રોત્સાહન આપવાની વાત કરતા હોય તેમના ઉપર સો ટકા સુધી ટેરિફ નાખવાની વાત ટ્રમ્પે કરી છે. આ બધાંય પરિબળોને એક સ્તર પર મૂકી એમનો ક્યાસ કાઢ્યા વગર ટ્રમ્પની ટેરિફ નીતિ સમજી શકાશે નહીં.

ભારત સાથે વાટાઘાટો ચાલતી હોવા છતાં ટ્રમ્પે 7 ઑગસ્ટથી ભારત માટે 25 ટકા ટેરિક વત્તા દંડ જેવી નીતિની જાહેરાત કરી છે, જ્યારે ચીન માટે બંને દેશો વચ્ચેની વાટાઘાટો ચાલતી હોવાને કારણે ટેરિફ બાબતે કોઈ જ જાહેરાત કરી નથી. આમ, ચીનને અડપલું કરવામાંથી ટ્રમ્પ દૂર રહ્યો છે.
ટૂંકમાં, ટ્રમ્પની ટેરિફ નીતિ ભારત માટે વાટાઘાટો ચાલતી હોવા છતાં જાહેર થઈ પણ ચીન માટે નહીં એ જોતાં ટ્રમ્પના કાટલાં જુદાં જુદાં છે અને એ પોતાની સગવડે બળિયાના બે ભાગની નીતિ અનુસરે છે એટલે ચીન સાથે છેડછાડ કરવાથી દૂર રહે છે.

આ પણ વાંચો:  

Gujarat Rain: આજે રાજ્યના 5 જિલ્લાઓમાં યલો એલર્ટ, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ

Earthquake in Russia: રશિયામાં જોરદાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા નોંધાઈ

Gujarat News: ગુજરાતમાં 15 લાખ વાહનોમાં ડ્રાઈવરની વિગતો નહીં, મુસાફરોની સુરક્ષા પર સવાલ

General Munir : ‘અમને છેડશો તો અડધી દુનિયા ખતમ થઈ જશે’ : જનરલ મુનીરની ધમકીમાં કેટલો દમ?

Surat: કાકરાપાર જમણાંકાંઠા નહેર બંધના વિરોધમાં 10 હજાર ખેડૂતો કાઢશે રેલી, સિંચાઈ વિભાગનો કરશે ઘેરાવ

 IND vs PAK: ભારત-પાકિસ્તાન હાઇ-વોલ્ટેજ મેચની અડધી ટિકીટો પણ ના વેચાઈ, સોશિયલ મીડિયા પર #BoycottAsiaCup ટ્રેન્ડ

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 8 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 7 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 13 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!