
Trump’s Threat: અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ઈરાન ઉપર થયેલા હુમલા બાદ સમગ્ર વિશ્વ ઉપર તેની અસરો થતાં હવે આ યુદ્ધ અટકી જાય તેવું વિશ્વના દેશો ઇચ્છી રહયા છે ત્યારે પાકિસ્તાન દ્વારા આ મામલે મધ્યસ્થી કરવામાં આવી અને ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ‘પીસ ટૉક’નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને બન્ને દેશોને એકબીજાનો પ્રસ્તાવ મોકલી આપ્યો હતો.
જોકે,ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને પોતાનો જવાબ મોકલી આપ્યો છે જેમાં ઈરાને કામચલાઉ શાંતિને બદલે ‘કાયમી યુદ્ધવિરામ’ ની માંગ કરી છે. ઈરાનની 10 શરતોમાં પ્રતિબંધો હટાવવા, હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત માર્ગ અને યુદ્ધ પછીના પુનઃનિર્માણ માટેની ગેરંટી સામેલ છે ત્યારે બીજી તરફ ટ્રમ્પે ઈરાનના આ પ્રસ્તાવને ‘અપૂરતો’ ગણાવીને ફગાવી દીધો છે.
આમ,બન્ને દેશો એકબીજાના પ્રસ્તાવ મામલે એકમત નહિ થતાં હવે યુદ્ધની સ્થિતિ યથાવત રહી છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર સુધીમાં કોઈપણ શરત વગર ઈરાનને હોમુઝ સ્ટ્રેટ ખોલવા માટે આખરી અલ્ટીમેટમ આપી દીધું છે જે સમય બુધવાર વહેલી સવાર સુધીનો સમય ગણાયછે ટ્રમ્પે કહ્યું કે મંગળવાર સુધીમાં ઈરાન નિર્ણય નહિ લે તો ઇરાનના પાવર પ્લાન્ટ, પુલ સહિત તેના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અમેરિકા ઉડાવી દેશે.
ટ્રમ્પે જણાવી દીધું છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાનને આપવામાં આવેલી મંગળવારની ડેડલાઇન છેલ્લી છે,તેને આગળ વધારવામાં આવશે નહીં ટ્રમ્પે છેલ્લે ધમકી આપી હતી કે અમેરિકા ધારેતો ઇરાનને એકજ રાતમાં ખતમ કરી શકે છે બની શકે કે તે આજની (મંગળવાર)ની રાત હોઈ શકે ટ્રમ્પે આ વાત રાત્રે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી.
આમ,એક તરફ ઈરાન ટ્રમ્પની વાતોને ગંભીર માનતું નથી અને પોતાની શરતો ઉપર જ અડગ છે અને ઉપરથી અમેરિકાને વળતી ધમકી આપી છે કે ટ્રમ્પ જો એવું કોઈપણ પગલું ભરવાની હિંમત કરશે તો તેના ભયાનક પરિણામો આવશે અને અન્ય દરિયાઈ માર્ગ બંધ કરી દેવાની તેમજ ઈન્ટરનેટ ખોરવી દેવા સહિતની ધમકીઓ આપી છે ત્યારે બીજી તરફ ટ્રમ્પ હવે એકજ ઝટકે ખેલ ખતમ કરવાની વાતો કરી રહયા છે ત્યારે વિશ્વમાં તેલ-ગેસના ભાવ વધતા હવે સમગ્ર ચીજ વસ્તુઓના ભાવ વધી જવાનો અને આર્થિક પાયમાલી સર્જાવાની ભીતિ સર્જાઈ છે ત્યારે આજની રાત મોટા યુદ્ધની આખરી રાત માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








