Pakistan: ભારતમાં ઘૂસીને હુમલો કરીશું!પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આપી ધમકી! પાક હવે ભારતને કેમ વારંવાર પડકારી રહ્યું છે?

  • World
  • April 5, 2026
  • 0 Comments

Pakistan: ભારતે તાજેતરમાં જ્યારથી ઓપરેશન સિંદૂર ચલાવ્યું ત્યારથી પાકિસ્તાન એવો પ્રચાર કરી રહયા છે કે ‘અમે ભારતને પરાજિત કર્યું છે,ભારતીય ફાઈટર જેટ તોડી પાડ્યા છે!’ અને ત્યારબાદ પાકિસ્તાનની એટલી બધી હીંમત વધી ગઈ છે કે તેઓ જ્યારે મન થાય ત્યારે ભારતને દબડાવી રહયા છે અને સતત હુમલો કરવાની ધમકી આપી રહયા છે.

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ગતરોજ શનિવારે સિયાલકોટમાં પત્રકારો સાથે વાત કરતા ભારતને ધમકી આપી છે કે ‘જો ભારત કોઈ ફોલ્સ ફ્લેગ ઓપરેશન (છુપાઈને હુમલો) કરશે, તો આ વખતે સંઘર્ષ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે પણ કોલકાતા ઉપર હુમલો કરી દઈશું.’

ખ્વાજા આસિફે કહ્યુ કે ભારત કસ્ટડીમાં બંધ પાકિસ્તાનીઓનો ઉપયોગ કરીને ખોટો ડ્રામા રચવાની યોજના બનાવી રહ્યું છે. જો આમ થયું તો ગયા વર્ષની જેમ આ વખતે ભારતને વધુ શરમનો સામનો કરવો પડશે.તેનો મતલબ એવો થયો કે ગયા વર્ષે પાકિસ્તાન સામે ભારત પરાજિત થયું હતું.આમ,પાકિસ્તાન વારંવાર કહી રહ્યું છે કે ભારતને ટૂંકા યુદ્ધમાં પાકિસ્તાન સામે પીછેહટ કરવી પડી હતી.આ અગાઉ પણ પાકિસ્તાનના પૂર્વ ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતે પણ ભારત ઉપર હુમલાની ધમકી આપી હતી.બાસિતે કહ્યું હતું કે ‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરે તો પાકિસ્તાને એક પણ ક્ષણ વિચાર્યા વિના મુંબઈ અને નવી દિલ્હી પર હુમલો કરવો જોઈએ.

બાસિતે કહ્યું, “જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરે છે તો આપણે અમેરિકા સુધી પહોંચી શકતા નથી કારણ કે તે આપણી ન્યુક્લિયર રેન્જમાં નથી. આવા સંજોગોમાં આપણો શું વિકલ્પ હશે? તો તે ભારત છે અને હુમલો કરી જ દેવાનો પછી જે થશે તે જોઈ લઈશું.”જો પાકિસ્તાન પર કોઈપણ ખતરો જણાય તો ભારત પર હુમલો કરવો એ પાકિસ્તાન પાસે વિકલ્પ હશે.આમ,ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની હિંમત વધી ગઈ છે ત્યારે વાજપેયીએ જે રીતે કારગીલ યુદ્ધ કરી તેની ઔકાત બતાવી હતી તે અને આ પહેલા ઈન્દીરા ગાંધી અને લાલ બહાદુર શસ્ત્રીએ બતાવેલા પરચા યાદ કરાવવાનો સમય પાકી ગયો હોવાનું લોકો જણાવી રહયા છે.

■ભારતના આ વડાપ્રધાનથી એક સમયે ફફડતું હતું પાકિસ્તાન જાણો કોણ હતા તે લોખંડી નેતાઓ

■૧૯૬૫માં પાકિસ્તાન ભૂંડી રીતે ભારત સામે હાર્યું હતું.

ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અપ્રતિમ નેતૃત્વ પૂરું પાડ્યું હતું, જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે તેઓએ ભારતીય સેનાને મક્કમતાથી પાકિસ્તાનમાં ઘૂસીને લાહોર સુધી આગળ વધવાની છૂટ આપી અને “જય જવાન, જય કિસાન” સૂત્ર સાથે દેશને એકતાના સૂત્રમાં બાંધ્યો. યુદ્ધમાં ભારતની જીત થઈ હતી.

■1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાનની ભૂંડી હાર

1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના મજબૂત નેતૃત્વમાં લડાયેલું ઐતિહાસિક યુદ્ધ હતું, જેના પરિણામે પાકિસ્તાનના બે ટુકડા થયા અને ‘બાંગ્લાદેશ’ નામના નવા સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય થયો. માત્ર 13 દિવસ (3-16 ડિસેમ્બર) ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના 93,000 સૈનિકોને શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યા હતા.પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) માં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચાર અને શરણાર્થીઓની સમસ્યાને લઈ ભારતે હસ્તક્ષેપ કર્યો હતો

તા. 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારતની પશ્ચિમ સરહદે આવેલા વાયુસેનાના થાણાઓ પર અચાનક હુમલો કર્યો, જેના જવાબમાં ઈન્દિરા ગાંધીએ સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો હતો,ઈન્દિરા ગાંધીએ આંતરરાષ્ટ્રીય દબાણ (અમેરિકા) હોવા છતાં તેને ગણકાર્યા વગર જનરલ સામ માણેકશોના નેતૃત્વમાં સેનાને નિર્ણાયક લડાઈ માટે આદેશ આપ્યો હતો અને અમેરિકાનું ઇન્દિરા ગાંધી પાસે કઈ ચાલ્યું ન હતું.
ત્યારબાદ 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલ એ.એ.કે. નિયાઝીએ ઢાકામાં આત્મસમર્પણ કર્યું, જે બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું સૈન્ય શરણાગતિ હતું.

સિમલા કરાર (1972): યુદ્ધ પછી, ઈન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે સિમલા કરાર થયા, જેમાં સરહદ વિવાદો દ્વિપક્ષીય વાતચીતથી ઉકેલવા નકકી થયું.આ વિજયે ભારતની વૈશ્વિક શાખમાં મોટો વધારો કર્યો અને ઈન્દિરા ગાંધીને એક લોખંડી નેતા તરીકે સ્થાપિત કર્યા.1971માં 3 ડિસેમ્બરે પાકિસ્તાનના યુદ્ધવિમાનોના હુમલાથી ગાઝેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની રણભેરીએ દક્ષિણ એશિયાની ભૂગોળ બદલીને નવો ઈતિહાસ રચી દીધો છે.

■ કારગીલ યુદ્ધ

૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાનપદ દરમિયાન પાકિસ્તાનની ઘૂસણખોરીને કારણે કારગીલ યુદ્ધ (ઓપરેશન વિજય) થયું હતું. વાજપેયી સરકારે રાજદ્વારી દબાણ અને સૈન્ય કાર્યવાહીના સમન્વયથી પાકિસ્તાની દળોને ૧૪ જુલાઈ સુધીમાં પાછા હટવા મજબૂર કર્યા અને ૨૬ જુલાઈ ૧૯૯૯ના રોજ ભારતની નિર્ણાયક જીત થઈ હતી.આમ,અગાઉના વર્ષોમાં ભૂંડી હારનો સામનો કરી ચુકેલું પાકિસ્તાન હવે નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન છે ત્યારે તેઓને વારંવાર ચેલેન્જ કરી રહ્યું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

US visa cancellation: ટ્રમ્પ સરકારની 2 લાખ વિઝા રદ કરવાની તૈયારી, 70 હજારથી વધુ ભારતીયો પર ખતરો
  • August 27, 2026

US visa cancellation: ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન નીતિને વધુ કડક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હવે અમેરિકાએ ઓછામાં ઓછા 2 લાખ એવા વિદેશી નાગરિકોના બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા રદ કરવાની…

Continue reading
US debt 40 trillion: અમેરિકા પર $40 ટ્રિલિયનનું દેવું, શું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા નવા આર્થિક સંકટ તરફ વધી રહી છે?
  • August 22, 2026

US debt 40 trillion: અમેરિકાની અર્થવ્યવસ્થાએ એક મહત્વપૂર્ણ પરંતુ ચિંતાજનક આર્થિક માઇલસ્ટોન પાર કર્યો છે. ફેડરલ સરકારનું કુલ રાષ્ટ્રીય દેવું પહેલીવાર 40 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે. આ માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

  • September 4, 2026
  • 3 views
Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

  • September 4, 2026
  • 6 views
Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

  • September 4, 2026
  • 6 views
Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

  • September 4, 2026
  • 9 views
Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

  • September 4, 2026
  • 9 views
Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

  • September 4, 2026
  • 12 views
SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર