
UK PM Keir Starmer: યુકેના વડા પ્રધાન કીર સ્ટારમરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, G7 સમિટમાં સર કીર સ્ટારમરને એક વિચિત્ર ક્ષણનો સામનો કરવો પડ્યો જ્યારે તેમણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને બદલે દક્ષિણ કોરિયન અનુવાદકનું સ્વાગત કરવાનું શરૂ કર્યું. યુકેના વડા પ્રધાન કીર સ્ટારમર દ્વારા દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગને બદલે અનુવાદક સાથે હાથ મિલાવવાની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
G7 સમિટ દરમિયાન બની હતી ઘટના
આ ઘટના 17 જૂન 2025 ના રોજ કેનેડાના કનાનાસ્કિસમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન બની હતી. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેંકાયેલા વેપાર કરારના કાગળો ઉપાડવા બદલ એક દિવસ પહેલા સમાચારમાં રહેલા સ્ટારમર આ વખતે અનુવાદક સાથે હાથ મિલાવવા બદલ ફરીથી ચર્ચામાં આવ્યા છે. વીડિયોમાં, સ્ટારમર ખૂબ જ આત્મવિશ્વાસ સાથે અનુવાદક સાથે હાથ મિલાવતા જોવા મળે છે, પરંતુ જેમ જેમ વાસ્તવિક રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ પાછળથી આવ્યા, તેમનો ચહેરો જોવા લાયક હતો. આ પછી, બંને નેતાઓ ફોટો માટે યોગ્ય જગ્યા શોધવા લાગ્યા. આ બધું કેમેરામાં કેદ થયું જે ખૂબ જ વાયરલ થયું.
ब्रिटिश प्रधानमंत्री ने साउथ कोरिया के प्रधानमंत्री को नहीं पहचाना । उनकी जगह उनके अनुवादक से हाथ मिला लिया
pic.twitter.com/E3prRcmzuz— Narendra Nath Mishra (@iamnarendranath) June 19, 2025
સરકારે કહ્યું કે કોઈ ભૂલ થઈ નથી
જોકે, આ કિસ્સામાં, બ્રિટને દાવો કર્યો હતો કે કોઈ ભૂલ થઈ નથી, પરંતુ વીડિયો કંઈક બીજું જ કહી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર આ ક્ષણની મજાક ઉડાવી રહ્યા છે. કોઈ લખી રહ્યું છે, “ભાઈ સ્ટારમર, પહેલા ચહેરો જુઓ!” જ્યારે કોઈ કહી રહ્યું છે, “આ ખૂબ જ અપમાન છે!” ટ્વિટર પર #StarmerGaffe ટ્રેન્ડ કરી રહ્યું છે.
આ પણ વાંચો:
વિદેશ જતા મુસાફરોને ઝટકો, Air India એ 15 જૂલાઇ સુધી ત્રણ ઈન્ટરનેશનલ રૂટ્સ પર ઉડાણ રદ કરી
અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!
Israel Iran War: ઈરાને ફરી ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડી, માઇક્રોસોફ્ટ બિલ્ડિંગ પાસે વિસ્ફોટ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું, આજે પણ ભારે વરસાદની આગાહી






