
UP Tripal Murder Case: તાજેતરમાં બાગપતના ગંગનૌલી ગામમાં મૌલાના ઇબ્રાહિમની પત્ની અને તેની બે માસૂમ પુત્રીઓની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે મસ્જિદમાં મૌલાના સાથે કુરાનનો અભ્યાસ કરનારા બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. પોલીસે દાવો કર્યો હતો કે બંને વિદ્યાર્થીઓએ ત્રિપલ હત્યા કરી હતી. હવે પોલીસે આ કેસમાં વધુ એક મોટી કાર્યવાહી કરી છે.
मस्जिद में घुसकर मौलाना की पत्नी और दो मासूम बेटियों की हत्या, मौलाना से तालिम लेने आते थे हत्यारे!
.
.
उत्तर प्रदेश के बागपत जिले में एक मस्जिद के मौलवी की पत्नी और उनकी दो बच्चियों के ट्रिपल मर्डर केस को पुलिस ने महज 6 घंटे में सुलझा लिया है। इस मामले में पुलिस ने दो नाबालिग… pic.twitter.com/9ugnFmLmWC— Millat Times (@Millat_Times) October 12, 2025
બાગપત પોલીસે 29 નામાંકિત અને 60 અજાણ્યી વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ હવે આ બધા આરોપીઓની શોધી રહી છે. વીડિયો ફૂટેજના આધારે તેમની ઓળખ કરવામાં આવી રહી છે. આ કેસ બાગપતના દોઘાટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
મોટી સંખ્યામાં લોકો સામે કેસ કેમ નોંધાયો?
હકીકતમાં જ્યારે ત્રિપલ હત્યાકાંડ થયો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે તેમણે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ લીધો હતો. તેઓ તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી રહ્યા હતા. તે જ ક્ષણે ભીડે મૃતદેહોને લઈ જતાં વિરોધ કર્યો હતો અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
પોલીસનો આરોપ છે કે ટોળાએ તેમના પર ઘાતક હુમલો કર્યો હતો. ટોળામાં સામેલ મહિલાઓ અને યુવાનોએ તેમના પર હુમલો કર્યો અને તેમના ગણવેશ પણ ફાડી નાખ્યા હતા. એક સરકારી વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી, અને ભીડમાં રહેલી મહિલાઓ અને યુવાનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને તેમને મારી નાખવાની ધમકી આપી.
ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીઓએ ત્યારબાદ વરિષ્ઠ અધિકારીઓને ઘટના વિશે જાણ કરી હતી. ત્યારબાદ મોટી પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડને કાબૂમાં લીધી હતી. હવે, પોલીસે આ મામલે તોફાનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
બાગપતમાં શું થયું હતુ?
મૌલાના ઇબ્રાહિમ બાગપતના ગંગનૌલી ગામની એક મસ્જિદમાં બાળકોને કુરાન શીખવતા હતા. તેમનો પરિવાર નજીકમાં રહેતો હતો. મૌલાના દેવબંદ ગયા હતા. તેના થોડા સમય પછી તેમની પત્ની અને બે નિર્દોષ બાળકોની હત્યા કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે મૌલવી પાસેથી કુરાન શીખવા આવેલા બે વિદ્યાર્થીઓએ આ હુમલો કર્યો હતો.
બંને વિદ્યાર્થીઓને કોઈને પણ અભ્યાસમાં રસ નહોતો. કુરાનનો અભ્યાસ કરવામાં તેમનો રસ ઓછો થઈ ગયો હતો. આ કારણે મૌલવીએ તેમની સાથે કડકાઈભર્યું વર્તન કરતા હતા. તેમની પત્ની પણ તેમની સાથે કડક હતી. આના કારણે તેઓએ મૌલવી સાથે બદલો લઈ પરિવારની હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો:
UP: મૌલવીની પત્ની અને બે પુત્રીઓ સાથે ક્રૂરતા કરનાર બે સગીર પકડાયા, જાણો કેમ ઘટનાને આપ્યો અંજામ?
UP: મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો
UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા
Gujarat: દિવાળીમાં પણ વરસાદ પડશે!, જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી!
Bhavnagar: આનંદનગરમાં મોડી રાત્રે ત્રણ માળિયાનું મકાન ધરાશાયી, 1 યુવાનનો જીવ ગયો








