
UP Nepali Girl Beaten: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જે માનવતાને શરમસાર કરનારી છે. નેપાળના પોકરા જિલ્લામાંથી આવેલી 25 વર્ષીય યુવતી સુષ્મા સરૂ મગર ઉર્ફે કાજલ ચોરી સમજી ટોળાએ હુમલો કરતાં ગંભીર રીતે ઈજાઓનો ભોગ બની છે. તેણે મકાન પરથી છલાંગ લગાવી દીધી છતાં છોડી નહીં. તે નોઇડામાં નોકરી ગુમાવ્યા બાદ કામની શોધમાં પોતાના એક પરિચિતના ઘરે બરેલી પહોંચી હતી. જોકે, શનિવારની રાત્રે થયેલી ઘટનાએ તેના જીવનને મુશ્કેલીમાં મૂકી દીધુ. જાણો સમગ્ર ઘટના
ઘટના ત્યારે બની જ્યારે ગત રાત્રે સુષ્મા પોતાના પરિચિતના ઘરની છત પર ફોન પર વાત કરી રહી હતી. આ દરમિયાન કેટલાક સ્થાનિક લોકોએ તેને ચોર સમજી લીધી અને કોલાહાલ મચાવવા લાગ્યા. ડરના કારણે સુષ્માએ છતથી છલાંગ લગાવી દીધી, જેનાથી તેના પગમાં ગંભીર ઈજાઓ થઈ. જોકે આઘાતજનક વાત એ છે કે નીચે પડ્યા બાદ પણ ભીડે તેના પર લાઠી-ડંડકાઓથી હુમલો કર્યો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. આ દરમિયાન સુષ્મા હાથ જોડીને રડતી હતી અને વારંવાર કહેતી હતી કે તે ચોર નથી, પરંતુ ભીડનો ગુસ્સો શાંત થયો નહીં. એટલું જ નહીં તેને બાંધીને માર મારવામાં આવ્યો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીડિતા સુષ્મા સરૂ મગરને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, તેની હાલત સ્થિર છે, પરંતુ પગની ઈજાઓને કારણે તેને લાંબા સમય સુધી સારવારની જરૂર પડી શકે છે.
છોકરીએ હાથ જોડીને કહ્યું – હું ચોર નથી
વાયરલ વીડિયોમાં ભીડનો અવાજ સંભળાઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણાં બધા વીડિયો બનાવવામાં આવ્યા છે, જે હજુ સુધી વાયરલ થયા નથી. આમાં યુવાનોનું એક જૂથ છોકરીને માર મારતા અને પ્રશ્નો પૂછતા જોઈ શકાય છે, જ્યારે વૃદ્ધ લોકો મૂક પ્રેક્ષક થઈ જોતા રહે છે. છોકરી પોતે કહી રહી છે કે બહેરબાની કરીને પહેલા પોલીસને ફોન કરો. હું ચોર નથી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવે છે, અને છોકરીને બચાવે છે.
પોલીસની કારવાઈ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સુષ્માની હતાશા અને દુખની વ્યથા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ વીડિયોના આધારે અને પીડિતાની ફરિયાદ પર પોલીસે ઝડપથી કારવાઈ કરી છે. પોલીસે ચાર આરોપીઓ ગૌરવ સક્સેના, શિવમ સક્સેના, અમન સક્સેના અને અરુણ સૈનીને ઝડપી લીધા છે. પોલીસ વીડિયોની મદદથી બાકીના આરોપીઓ શોધી રહી છે.
નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોને પણ આવી ઘટનાઓ દ્વારા નુકસાન થઈ શકે છે. સ્થાનિક પ્રશાસન અને સમાજસેવી સંસ્થાઓએ આવી ઘટનાઓને રોકવા માટે જાગૃતિ અભિયાન ચલાવવાની માંગણી ઉઠાવી છે.
આ પણ વાંચો:
Bomb Threat: નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે આ રીતે આરોપીને પકડ્યો!
UP: ગોંડામાં મોટો અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો નહેરમાં પડતાં 11ના જીવ ગયા
RAJKOT: ટ્યુશન ગયેલી 15 વર્ષિય બાળકીનું અપહરણ, બાળકીનો હજુ સુધી પત્તો નહીં
Odisha: 3 શખ્સોએ 15 વર્ષિય બાળકીને સળગાવી દીધી, સારવાર દરમિયાન થયું મોત, જાણો શું છે મોટું કારણ?
Chhota Udepur: રાયસીંગપુરા શાળાના શિક્ષક દંપતિની બદલી થતાં ગ્રામજનોએ કંઈક આ રીતે કર્યું સન્માન, જુઓ