
UP Student Molestation: દેશમાં રોજે રોજ અપરાધિક ઘટના બની રહી છે. જેથી મહિલાઓની સુરક્ષા જોખમાઈ છે. વારંવાર બળત્કાર, હત્યાની ઘટનાઓ બની રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એક પુરુષને છોકરીની છેડતી કરવી મોંઘી પડી છે. ગામલોકોએ તેને રંગે હાથે પકડી લીધો અને તેને પાઠ ભણાવવા માટે તેનું માથું અને મૂછ મુંડાવી દીધી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે છેડતી અને જાહેરમાં અપમાન બંને કેસોની તપાસ શરૂ કરી છે.
यूपी के बुलंदशहर में नाबालिग छात्रा से छेड़छाड़ करने वाले शोहदे को ग्रामीणों ने
गंजा कर आधी मूंछ दाढ़ी मुंडवा कर किया बेइज्जत। मनचले की खातिर भी की गई। वायरल वीडियो होने पर पुलिस कर रही कार्यवाही की बात। देखे पूरा वीडियो…. pic.twitter.com/jnlH5ZHkY9— Shanu Bharty (@ShanuMedia) October 6, 2025
છેડતી કરનારને રંગે હાથ પકડ્યો
એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ ઘટના બુલંદશહરના કોતવાલી દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી . ખુર્જા દેહાત ગામનો રહેવાસી આરોપીએ નજીકના ગામની એક છોકરીને ટ્યુશનમાં જતી વખતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ગયા સોમવારે જ્યારે તેણે ફરીથી વિદ્યાર્થિનનીને હેરાન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે નજીકના સ્થાનિક લોકોએ તેને પકડી લીધો અને તેને જાતે જ સજા આપવાનું શરુ કરી દીધું હતુ.
આરોપીને પકડ્યા પછી સ્થાનિક લોકોએ તેનું માથું અને મૂછ સંપૂર્ણપણે મુંડન કરી દીધુ. લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસ તપાસ શરૂ
સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) દિનેશ કુમાર સિંહે આ મામલે એક નિવેદન બહાર પાડ્યું. તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં એક વ્યક્તિ એક સગીર છોકરીને હેરાન કરવાના આરોપીનું માથું અને મૂછ મુંડન કરાવતી જોવા મળે છે. SSP એ સ્પષ્ટતા કરી કે પોલીસ કથિત છેડતી અને જાહેર અપમાન બંને ઘટનાઓની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?








