
UP Shahjahanpur Crime: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી એક હચમાચાવી નાખતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાવેદ ઉર્ફે કાસિમ પઠાણ નામના યુવક પર ચોંકાવનારા આરોપો લગાવવામાં આવ્યા છે. એક હિન્દુ છોકરી સામે આવી છે અને તેણે કાસિમ પઠાણ પર જે આરોપો લગાવ્યા છે તેનાથી શાહજહાંપુર પોલીસ પણ ચોંકી ગઈ છે. જાણો કાસિમ પઠાણનો આ મામલો શું છે?
કાસિમ પઠાણની હરકતો જાણી આઘાત લાગશે
એક હિન્દુ યુવતી સોશિયલ મીડિયા પર સક્રિય હતી. જેથી તેના પર શિવ વર્મા નામનાક યુવકનો તેને મેસેજ આવે છે, જે બાદ બંને સોશિયલ મીડિયા પર મિત્ર બને છે. યુવકે સોશિયલ મીડિયા પર કપાળ પર તિલક અને હાથમાં દોરો બાંધેલા ઘણા ફોટો શેર કર્યા હતા. જેથી યુવતીને લાગ્યુ આ યુવક હિન્દુ છે.
ધીમે ધીમે યુવતી અને શિવ વર્મા વચ્ચે મિત્રતા વધુ ગાઢ બની જાય છે. તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગે છે. એક દિવસ યુવકે હિન્દુ યુવતીને મળવા બોલાવે છે. જ્યા તેની પર કાસિમ પઠાણ બળાત્કાર ગુજરે છે. એવો આરોપ છે કે ત્યાં એક કેમેરો લગાવેલો હતો, જેમાં આરોપી યુવકે આખો વીડિયો ઉતારી લીધો હતો.
શિવ વર્માનું સત્ય બહાર આવ્યું!
પીડિતાએ કહ્યું કે તે જેને શિવ વર્મા માનતી હતી તે ખરેખર નાવેદ ઉર્ફે કાસિમ પઠાણ નીકળ્યો. હિન્દુ છોકરીએ કહ્યું કે બળાત્કાર પછી કાસિમ પઠાણે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતુ. તે હિન્દુ છોકરીને વીડિયો વાઈરલ કરવાની ધમકીઓ આપતો હતો. આરોપ છે કે કાસિમે એક રૂમ ભાડે પણ રાખ્યો હતો અને છેલ્લા 2 વર્ષથી આ હિન્દુ છોકરીને બ્લેકમેલ કરીને તેના પર બળાત્કાર કરતો રહ્યો. તેનો ભાઈ પણ તેની સાથે ખરાબ વર્તન કરતો રહ્યો. જો યુવતી ચૂંગાલમાંથી છૂટવાની કોશિશ કરે તો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતો હતો. જેથી યુવતી ભારે આઘાતમાં સરી પડી હતી. તે ફસાઈ ગઈ હતી.
યુવતીએ કહ્યું કે 3 મહિના પહેલા અચાનક આરોપી કાસિમનો મોબાઈલ ફોન તેના હાથે લાગી ગયો હતો. યુવતીનો દાવો છે કે તેના મોબાઈલમાં જોતાં ખબર પડી કે તેનું સાચું નામ નવીદ ઉર્ફે કાસિમ પઠાણ છે. અને આ આખી ગેંગ છે. આ હિન્દુ છોકરીને ફસાવામાં આરોપીના ભાઈ કૈફ અને તેનો મિત્ર અકીલ સહિત આખો પરિવાર સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.
મોબાઈલમાંથી અશ્લીલ વીડિયો મળ્યા
પીડિતાનો આરોપ છે કે આરોપીના મોબાઈલમાં ઘણી હિન્દુ છોકરીઓના અશ્લીલ વીડિયો અને ફોટા જોવા મળ્યા હતા. મારી જેમ તેણે બીજી હિન્દુ છોકરીઓેને પ્રેમજાળમાં ફસાવી હતી.
એટલું જ નહીં, પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે ગર્ભવતી થઈ, ત્યારે કાસિબ, તેના ભાઈ, પિતા, બહેન અને માતાએ મળીને તેના પર ગર્ભપાત કરાવવા દબાણ કર્યું. જ્યારે યુવતીએ વિરોધ કર્યો, ત્યારે કાસિમે તેના પેટમાં લાત મારી જેના કારણે તેને ત્રણ મહિનાનો ગર્ભપાત થયો. આ પછી યુવતીને ઇસ્લામ ધર્મ સ્વીકારવા અને બળજબરીથી તેની સાથે રહેવા માટે દબાણ કરવામાં આવ્યું. જ્યારે યુવીતએ ના પાડી, ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી.
‘આ અમારા માટે પૂણ્ય કામ છે’
પીડિતા કહે છે કે જ્યારે તેણે પૂછ્યું કે તેઓ આ બધું કેમ કરે છે, ત્યારે કાસિમ પઠાણે કહ્યું કે હિન્દુ છોકરીઓ સાથે સંબંધ રાખવા એ અમારા માટે ગર્વની વાત છે. પૂણ્યનું કામ છે. જે બાદ યુવતીએ હિન્દુ સંગઠનોની મદદ લીધી અને સમગ્ર મામલાની ફરિયાદ પોલીસમાં કરી. હિન્દુ સંગઠનોએ પોલીસ સ્ટેશન બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતુ અને તેને “લવ જેહાદ”નું સંગઠિત કાવતરું ગણાવ્યું. સાથે જ આરોપી સામે કડક કર્યવાહી કરવા માગ કરી છે.
આરોપી કાસિમની ધરપકડ
પોલીસે પિડિતાની ફરિયાદ પર કડક કાર્યવાહી કરી છે. પોલીસે નાવેદ ઉર્ફે કાસિમ પઠાણ, તેના ભાઈ કૈફ, પિતા અસલમ અને માતા ઉઝમા અને મિત્ર અકીલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ, ધર્મ પરિવર્તન સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે મુખ્ય આરોપી નાવેદ ઉર્ફે કાસિમ પઠાણની પણ ધરપકડ કરી છે.
પોલીસે શું કહ્યું?
આ કેસ અંગે રાજેશ દ્વિવેદી (એસપી) એ જણાવ્યું હતું કે, છોકરીએ આરોપ લગાવ્યો છે કે છોકરો છેલ્લા 2 વર્ષથી તેને છેતરીને તેની સાથે બળાત્કાર કરી રહ્યો છે. તેના પરિવારના સભ્યો તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા છે. કેસ નોંધવામાં આવ્યો છે. મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ
UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….
Botad: ભયંકર દુર્ઘટના, BAPS હરિભક્તોની કાર તણાઈ, 2નાં મોત, 1 લાપતા, 4 બચ્યા
Madhya Pradesh: લોકોએ રસ્તા પર રોપણી કરી નાખી, જાણો કારણ
Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી








