
UP Police video viral: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વિદ્યાર્થી પર પોલીસની બર્બરતાનો એક વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પોલીસ કર્મચારી વિદ્યાર્થી સાથે દુર્વ્યવહાર અને ગંભીર રીતે માર મારતો જોવા મળે છે. તે તેને બેભાન કરીને મારવાની ધમકી પણ આપે છે. આ સમગ્ર ઘટના કિડવાઈ નગર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતી કિડવાઈ નગર પોલીસ ચોકીમાં બની હોવાનું કહેવાય છે.
વીડિયો વાયરલ થયા બાદ યુપીની કાનપુર પોલીસ ટ્રોલિંગનો ભોગ બની છે. બીજી તરફ લોકો પોલીસની કામગીરીને લઈ સવાલ ઉઠાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે રક્ષક જ ભક્ષક બની રહ્યા છે. જેથી પોલીસની કામગીરી પ્રત્યે રોષ જોવા મળ્યો છે.
कानपुर में खाकी की दबंगई सामने आई है. छात्र को चौकी इंचार्ज ने लात मारी और उसे बेरहमी से पीटा. उसका कसूर सिर्फ इतना था कि उसने ओवरस्पीड में पकड़े जाने के बाद पिटाई का नियम न होने की बात कह दी. यह बात चौकी इंचार्ज को नागवार गुजरी और वर्दी की रौब में खुद ही बेरहमी से इंसाफ करते… pic.twitter.com/FSZgK4DTpo
— ABP News (@ABPNews) October 6, 2025
મળતાં અહેવાલો અનુસાર કિદવાઈ નગર પોલીસ ચોકીના ઇન્ચાર્જ અમિત વિક્રમ ત્રિપાઠીએ ઓવર સ્પીડે જઈ રહેલા વિદ્યાર્થીઓને રોકી બાઇક જપ્ત કરી લીધી હતી. વિદ્યાર્થીઓએ પોલીસ ચોકીના ઇન્ચાર્જને બાઇક જપ્ત કરવા અંગે પૂછપરછ કરતાં ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ ઇન્ચાર્જ અને એક પોલીસકર્મીએ એક વિદ્યાર્થીને માર માર્યો હતો.
વીડિયોમાં ચોકીના ઇન્ચાર્જ વિદ્યાર્થીને લાત અને મુક્કા મારી રહ્યા છે અને તેને બેભાન કરવાની ધમકી આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ કહે છે કે તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી, પરંતુ તેમ છતાં તેમનું અપમાન કરવામાં આવ્યું હતું અને માર મારવામાં આવ્યો હતો. ચોકીના ઇન્ચાર્જે કહ્યું, “હું કોઈથી ડરતો નથી.”
ડીસીપીએ તપાસના આદેશ આપ્યા
ડીસીપી સાઉથએ જણાવ્યું કે આ ઘટના 5 ઓક્ટોબરના રોજ બની હતી. વીડિયોની નોંધ લેતા, આરોપી પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેસની તપાસ એસીપી બાબુ પૂર્વાને સોંપવામાં આવી છે. તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
યુપીમાં BJP નેતાની 45 વર્ષ જૂની દુકાન તોડી પડાઈ, રડતાં રડતાં કહ્યું મારા માટે પીડાદાયક
UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…
Delhi: ‘ડિલિવરી બોયે મને ખોટી રીતે સ્પર્શ કર્યો’, શરમજનક કૃત્ય CCTVમાં કેદ, કંપનીએ શું કહ્યું?








