
UP: ઉત્તર પ્રદેશના અલીગઢ પછીહવે કાસગંજમાંથી સાસુ અને જમાઈ વચ્ચેનું પ્રેમ પ્રકરણ સામે આવતાં ખળભળાટ મચ્યો છે. પ્રમોદનું મન તેની પત્ની શિવાનીથી ભરાઈ ગયા બાદ સાસુ પ્રેમવતી સાથે પ્રેમ સંબંધ બાંધી લીધો હતો. લગ્નના છ મહિના પછી સાસુ અને જમાઈ વચ્ચે અનૈતિક સંબંધ શરૂ થયા. બંનેના કેટલાક વાંધાજનક ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવું કહેવાય છે કે સસરા નારાયણ સિંહે કોઈક રીતે સાસુ જમાઈને ફોટો લઈ લેતાં સમગ્ર પ્રેમ પ્રકણનો ખૂલાસો થયો છે.
જ્યારે શિવાનીએ તેના પતિના તેની માતા સાથેના ગેરકાયદેસર સંબંધોનો વિરોધ કર્યો ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રમોદ અને પ્રેમવતી સાથે મળીને નારાયણ સિંહને માર મારતા હતા. એક દિવસ માનસિક તણાવ વચ્ચે શિવાની તેના સાસરિયાના ઘરે મૃત હાલતમાં મળી આવી. તેની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. જ્યારે તેના માતાપિતાને આ સમાચાર મળ્યા, ત્યારે તેઓ સિદ્ધપુરા વિસ્તારના નાગલા પારસીમાં શિવાનીના સાસરિયાના ઘરે પહોંચ્યા. તેમની પુત્રીનો મૃતદેહ ખાટલા પર પડ્યો હતો અને જમાઈ પ્રમોદ ફરાર હતો.
પ્રમોદ અને શિવાનીના લગ્ન 2018 માં થયા હતા

24 વર્ષીય શિવાની ગંજદુંડવારા વિસ્તારના પાલિયા ગામની રહેવાસી હતી. તેના પિતા નારાયણ સિંહે જણાવ્યું હતું કે 2018 માં શિવાનીના લગ્ન નાગલા પારસીના રહેવાસી પ્રમોદ સાથે થયા હતા. પ્રમોદ દિલ્હીમાં ખાનગી નોકરી કરે છે. તેની નાની પુત્રી શિવાનીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. છ મહિના પછી તેની પત્ની પ્રેમવતીએ તેના જમાઈ સાથે પ્રેમ સંબંધ બાધી દીધા હતા.
મારી પુત્રવધૂની હત્યા તેની માતાએ કરી: નારાયણ દેવી
બીજી તરફ શિવાનીની સાસુ નારાયણ દેવી કહે છે કે તેની પુત્રવધૂની હત્યા તેની માતાએ કરી હતી. ‘મારી વેવાણનું મારા પુત્ર પ્રમોદ સાથે અફેર હતુ. તેની માતા મારા પુત્ર સાથે રહેવા માંગતી હતી. તે તેની પુત્રીને ફાંસી લગાવવાનું કહેતી.”
પોલીસ શું કહી રહી છે?
સિદ્ધપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પવન કુમારે જણાવ્યું હતું કે ગામલોકોએ તેમને રવિવારે રાત્રે 8:30 વાગ્યે ઘટનાની જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા પછી, મહિલાનો મૃતદેહ ખાટલા પર પડેલો મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. સાસરિયાઓ ફરાર છે અને તેમની શોધ ચાલી રહી છે.
આ પણ વાંચો:
UP: બસ હવે આ જ જોવાનું રહ્યું હતુ? જમાઈ સાથે રહ્યા બાદ સાસુ ટેસ્ટ માટે હોસ્પિટલ પહોંચી?
UP: થનાર જમાઈ સાસુને વહુ બનાવીને લાવતાં જ ભગાડ્યા, આશરો પણ ન આપ્યો, આ રીતે કાઢી રાત?
UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….
viral video: મહિલાએ પેશાબ કરી કિચન સાફ કર્યું, વીડિયો થતાં લોકોમાં ખળભળાટ
Jagdish Panchal: ‘ભારતની બનાવટી વસ્તુ વાપરીશ’, ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ આટલું બોલતાં જ કેમ થયા ટ્રોલ?








