Changur Baba arrested: ગેરકાયદે ધર્માંતરણ કરાવતાં ચાંગુર બાબાની ATS દ્વારા ધરપકડ, કોણ છે આ બાબા?

  • India
  • July 5, 2025
  • 0 Comments

Changur Baba arrested: ઉત્તર પ્રદેશના લખનૌમાંથી ગત ગુરુવારે 12 લોકોને ઇસ્લામથી હિન્દુ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકને લવ જેહાદમાં ફસાવ્યા બાદ ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું, જ્યારે કેટલાકને પૈસા કે વિદેશમાં નોકરીની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાયું હતુ. ઘરે પાછા ફરેલા કેટલાક પીડિતોએ બલરામપુરના જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબાનું નામ આપ્યું હતુ. જે બાદ ATS એ તપાસ હાથ ધરી હતી. અંતે ધર્મ પરિવર્તન કરાવનાર જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબાની ધરપકડ કરી વધુ તપાસ તેજ કરી છે.

100 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું

ઉત્તર પ્રદેશની ATSએ ગેરકાયદેસર ધર્માંતરણ કેસમાં મોટી કાર્યવાહી કરી અને 50,000 રૂપિયાનું ઈનામ ધરાવતાં જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર પીર બાબા અને તેની સહયોગી નીતુ ઉર્ફે નસરીનની ધરપકડ કરી છે. ચાંગુર બાબાની ગેંગને વર્ષોથી વિદેશથી લગભગ 100 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું છે. ગેંગના ઘણા સભ્યો વિદેશ પ્રવાસ કરતા હતા, જેમાંથી મોટાભાગના ગલ્ફ દેશોમાં જતા હતા. ગેરકાયદે ધર્માંતરણ કરાવતી જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબા ગેંગ અંગે કેટલાક ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે.

ફરિયાદ

બલરામપુરમાં પીર સાહેબ, નસરીન, જમાલુદ્દીન, મહેબૂબ વગેરેના નામે અનેક શંકાસ્પદ વ્યક્તિઓની હાજરી અને વિદેશી ભંડોળથી એક વર્ષમાં કરોડો રૂપિયાની મિલકત વસાવી હતી. જે બાદ પોલીસને શોરૂમ, બંગલા, લક્ઝરી કાર ખરીદવા અંગે ફરિયાદ મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ઉપરોક્ત સરનામે નવીન ઘનશ્યામ અને તેની પત્ની નીતુ નવીન રોહરા અને પુત્રી સમલે નવીન રોહરા સાથે રહેતો હતો. ત્રણેય વ્યક્તિઓ મૂળ સિંધી છે જેમને ચાંગુર શાહે ઇસ્લામ સ્વીકારવા માટે બ્રેઈનવોશ કર્યા હતા.

ઇસ્લામ સ્વીકાર્યા પછી ત્રણેયે પોતાના નામ બદલીને અનુક્રમે જમાલુદ્દીન, નસરીન અને સબીહા રાખ્યા. ચાંગુર બાબા તેમની સાથે ચાંદ ઔલિયા દરગાહની બાજુમાં આવેલા માધપુર ગામમાં રહેતો હતો. તેઓ પોતાને પીર બાબા અને સૂફી બસફા હઝરત બાબા જલાલુદ્દીન કહેતો હતો અને શિજર-એ-તૈયબા નામથી એક પુસ્તક પણ પ્રકાશિત કરાવ્યું હતું, જેના દ્વારા તે ઇસ્લામનો પ્રચાર કરતો હતો.

પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન

અબુ અંસારીએ લખનૌની રહેવાસી ગુંજા ગુપ્તાને નકલી હિન્દુ નામ અમિતનો ઉપયોગ કરીને પ્રેમજાળમાં ફસાવી અને તેને ચાંગુર શાહ નજીક એક દરગાહ પર લઈ ગયો જ્યાં ગુંજા ગુપ્તાનું નીતુ ઉર્ફે નસરીન, નવીન ઉર્ફે જમાલુદ્દીન વગેરેનું  બ્રેઈનવોશ કર્યું અને સુખી જીવનની લાલચ આપીને ઇસ્લામ કબૂલ કરાવ્યો અને તેનું નામ અલીના અંસારી રાખવામાં આવ્યું.

હિન્દુ ધર્મની બ્રાહ્મણ, સરદાર કે ક્ષત્રિય છોકરીને ઇસ્લામમાં રૂપાંતરિત કરવા માટે ધર્મ પરિવર્તન માટે 15-16 લાખ રૂપિયા, પછાત જાતિની છોકરી માટે 10 થી 12 લાખ રૂપિયા અને અન્ય જાતિની છોકરીઓ માટે 8 થી 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જોકે બાબાનો ભાંડો ફૂટી જતાં ચકચાર મચ્યો છે.

વિદેશ યાત્રાની વિગતો

માહિતી મળી છે કે ગેંગના સભ્યોએ લગભગ 40 વખત ઇસ્લામિક દેશોની યાત્રા કરી છે. જેઓ ફંડ એકત્રિત  કરતાં હોવાનું સામે આવ્યું છે.

બેંક ખાતાઓની વિગતો

ગેંગના સભ્યોએ પોતાના નામે અને વિવિધ સંસ્થાઓના નામે 40 થી વધુ ખાતા ખોલ્યા હતા, જેના દ્વારા લગભગ 100 કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હતા.

કેસમાં ફસાવી દેવાની ધમકી 

ગરીબોને કાનૂની કેસમાં ફસાવવાની ધમકી આપીને બીજા ધર્મમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતુ હતુ. આ ગેંગના મુખ્ય સભ્યો, ચાંગુર બાબા, મહેબૂબ, પિંકી હરિજન, હજીરા શંકર, આમીન રિઝવી, સગીર, નીતુ રોહરા વગેરે, ગરીબ અને લાચાર લોકોને ધર્મ પરિવર્તન માટે નિશાન બનાવતા હતા અને જો તેઓ સંમત ન થાય, તો તેઓ તેમની સામે કેસ નોંધીને દબાણ કરતો હતો.  જાણવા મળ્યું છે કે ઢોગી બાબા સામે પહેલા પણ કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચોઃ

Bihar Election: ભાજપની ગંદી રાજનીતી! રાહુલ ગાંધીનો પેડ પર લગાવેલો ફોટો વાયરલ કર્યો, પછી ડિલિટ કર્યો

Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ

Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Language controversy: ‘કોઈના કપાળ લખ્યું છે કે તે ગુજરાતી છે’, નાટક કરે તો કાન નીચે મારો: રાજ ઠાકરે

Rajasthan Fake Police Case: રાજસ્થાનમાં નકલી મહિલા પોલીસ 2 વર્ષે ઝડપાઈ, ગુજરાતમાંથી મયૂર તડવી પકડાયો હતો, ભાજપ સરકારમાં પોલંપોલ

Banke Bihari Corridor: બાંકે બિહારી માટે કોરિડોર બનશે જ, તકલીફ હોય તે વૃંદાવન છોડી દે: ભાજપ સાંસદ હેમા માલિનીના નિવેદનથી ભારે વિવાદ, જાણો

Bihar Election: બિહારી મતદારો પર લટકતી તલવાર, ભારતીય હોવાનું જાતે પુરવાર કરે, મતનો હક છીનવવાનું સડયંત્ર કોનું?

Viral Video: ભેંસએ કોબ્રાને ચારો સમજી લીધો, પછી શું થયું?

 

 

Related Posts

Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 4 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

  • March 22, 2026
  • 4 views
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 22, 2026
  • 10 views
PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

  • March 22, 2026
  • 10 views
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

  • March 22, 2026
  • 8 views
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

  • March 22, 2026
  • 6 views
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!